Mysamachar.in-ગુજરાતઃ
નાણામંત્રી નિર્મલા સિતારમણે શનિવારે દેશનું સામાન્ય બજેટ 2020-21 રજૂ કર્યું છે. સામાન્ય બજેટમાં કસ્ટમ ડ્યુટી 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવી છે, જેના લીધે સામાન્ય લોકો સાથે જોડાયેલી અનેક વસ્તુ મોંઘી થઈ જશે. સાથે કેટલીક એવી વસ્તુઓ છે જે સસ્તી થશે. કસ્ટમ ડ્યુટી વધવાને કારણે સ્ટેશનરી મોંઘી થઈ જશે. પેટ્રોલ-ડિઝલ, સોનું, કાજુ, ઓટો પાર્ટ્સ, સિન્થેટિક રબર, પીવીસી અને ટાઈલ્સ મોંઘી થઈ જશે. આ સિવાય મોંઘા થનારા સામાનના લિસ્ટમાં સોના-ચાંદીના ઘરેણા પણ સામેલ છે. સાથે AC, ઓપ્ટિકલ ફાઈબર, સ્ટેનલેસ પ્રોડક્ટ, લાુડસ્પિકર, વીડિયો રેકોર્ડ્ર, સીસીટીવી કેમેરા, ગાડીના હોર્ન, સિગરેટ જેવા સામાન મોંઘા થઈ શકે છે. ઈમ્પોર્ટેડ મેડિકલ ડિવાઈસ પણ મોંઘી થઈ જશે. તો ઓટોમોબાઈલના લેમ્પ અને બીમ લાઈટ, મોટર વાહનોમાં ઉપયોગમાં લેવાતા તાળા પણ મોંઘા થવાની સંભાવના છે. વિદેશી ફર્નિચર પર કસ્ટમ ડ્યુટી વધીને 25 ટકા થઈ ગઈ છે, જે ખરીદવા માટે તમારે ખીસ્સુ વધારે ખાલી કરવું પડશે.
બજેટ બાદ જે સામાન પર લોકોને રાહત મળશે, તેમાં ઈલેક્ટ્રીક કાર સામેલ છે. હોમ લોન પણ સસ્તી થઈ શકે છે. જાહેરાત અનુસાર, બજેટ બાદ તેલ, શેમ્પુ, ટૂથપેસ્ટ, ડિટરઝન્ટ પાઉડર, વિજળીનો ઘરેલુ સામાન પણ સસ્તો થશે. ઘરેલુ સામાનમાં પંખા, સેનેટરી વેયર, બ્રીફ કેસ, બેગ, બોટલ, કન્ટેનર સામેલ છે. આ સિવાય સસ્તા સામાનના લિસ્ટમાં ગ્રાહકોને ચશ્માની ફ્રેમ, ગાદલા, વાંસનું ફર્નિચર, સુકુ નારિયેળ, અગરબત્તી, પાસ્તા, નમકીન, મ્યોનીઝ, સેનેટરી નેપકિનની ખરીદી પર રાહત મળશે. ખાવા-પીવાની વસ્તુઓમાં ગ્રાહકોને ચોકલેટ, વેફર્સ, કસ્ટર્ડ પાઉડર, લાઈટર, ગ્લાસવેયર, પોટ, કૂકર, ચૂલ્હા, પ્રિન્ટર સસ્તા થઈ શકે છે.