બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ ઇકોકાર, 3 યુવકોના મોત

અહી ગત મોડીરાત્રીના બની છે આ ઘટના

બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ ઇકોકાર, 3 યુવકોના મોત

Mysamachar.in:આણંદ

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. અને વાહનવ્યવહાર વિભાગ માત્ર વર્ષે દહાડે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરી સંતોષ માને છે, આ તરફ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ગતરાત્રીના સામે આવી છે. જેમાં આણંદ એક્સપ્રેસ હાઇવે  પર ઊભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં એકસાથે ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

આણંદ એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં ડાકોરના ત્રણ યુવકોના મોત થયા છે. વિગતો મુજબ આ યુવકો ઇકો કારના માલિકને વડોદરા મૂકી પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન મોડીરાત્રે આ યુવકોની કાર હાઇવે પર ઉભેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. ઇકો કાર ટ્રક પાછળ ઘૂસી જતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ ખંભોળજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.