રિક્ષાને ઇકોકાર મારી ટક્કર, 3 ના થયા મોત

અહી બની છે આ ઘટના

રિક્ષાને ઇકોકાર મારી ટક્કર, 3 ના થયા મોત

Mysamachar.in-સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની એક ઘટના સામે આવી છે, પોળોના જંગલોમાંથી પરત ફરી રહેલી રિક્ષાને અકસ્માત થતા 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. મૃતકોમાં રિક્ષા ચાલક અને તેની સાથે આગળ બેઠેલા બે બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ઇડરના કડિયાદરા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત નિપજ્યું હતું. રિક્ષા ચાલકની સાથે આગળ બેઠેલા બાળકોના પણ મોત નિપજ્યાં હતા. અકસ્માતમાં કુલ 7 લોકોને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ઇડરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતકો અને ઇજાગ્રસ્તો એક જ પરિવારના અને આકોદરા અને ઓરાણ ગામના હોવાનું સામે આવ્યું છે. આ લોકો પોળો ફોરેસ્ટ ફરવા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત તેમને નડ્યો હતો.