ઇકો કારનો અકસ્માત, 5 વર્ષના બાળક સહીત ૩ ના મોત 

અન્ય ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત 

ઇકો કારનો અકસ્માત, 5 વર્ષના બાળક સહીત ૩ ના મોત 

Mysamachar.in-પંચમહાલ:

હાલોલના પાવાગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. મળતી પ્રાથમિક વિગતો મુજબ પાવાગઢ દર્શને જતા યાત્રિકોને હાલોલ પાસે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. ઈકો કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. વહેલી સવારે દર્શનાર્થીઓ ભરૂચથી પાવાગઢ દર્શન કરવા જતાં હતાં. ઈકો કારમાં 6 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં કારમાં બેઠેલા 6 વ્યક્તિ પૈકી 3 લોકોનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. 5 વર્ષના બાળક સહિત એક મહિલા અને એક પુરુષ મળી કુલ 3 ના મોત નિપજ્યા છે. તો અન્ય 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલોલ પોલીસ ઘટના સ્થળ પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.