ઇકો કાર પલ્ટી જતા માતાજીના દર્શને જઈ રહેલ 3 લોકોના થયા મોત
અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Mysamachar.in-નડિયાદ:
આજની સવાર અકસ્માતથી પડી છે. નડિયાદના મહુધા રોડ પર મંગળપુર પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. તો અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે. પરિવાર આણંદના મલાતજમાં માતાજીના દર્શને જઈ રહ્યો હતો, ત્યારે ઈકો કાર પલ્ટી ખાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહીસાગરના સંતરામપુરના રહેવાસી ભોઈ પરિવારના સદસ્યો મહીસાગરના સંતરામપુરથી આણંદ જિલ્લાના મલાતજ ગામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની જેમાં મંગળપુર પાટીયા પાસે સામેથી આવતું કન્ટેનર ઈકો કારને અથડાયુ હતું, જેમાં તેમની ઇકો કાર પલ્ટી ખાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં 6 લોકો સવાર હતા. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે ત્રણ વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થયું છે. જયારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત હોય તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.