દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા

પાક રક્ષણ પરવાના માટે માંગી હતી લાંચ

દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા 3 લાખની લાંચ લેતા ઝડપાયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

છેલ્લા કેટલાક વર્ષોથી કાન્હાની નગરી દ્વારકા લાંચિયાઓને કારણે પણ બદનામ થઇ રહી છે, થોડા સમય પૂર્વે બે નાયબ કલેકટર બાદમાં એક મામલતદાર અને આજે ફરીથી દ્વારકા પ્રાંત અધિકારીને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડતા દ્વારકા જીલ્લાના સરકારી વિભાગોમાં આ વાત ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે, મળતી પ્રાથમિક વિગતો મુજબ દ્વારકા તાલુકાના પ્રાંત અધિકારી લાંચ લેતા ઝડપાયા એસીબીના છટકામાં આવતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ખળભળાટ જિલ્લાના અધિકારી લાંચના છટકામાં ઝડપાયા બાદ ગાંધીનગરની ટીમ દ્વારા અધિકારીના રહેણાંક મકાને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા લાંચ લેતી વખતે તેને ગાંધીનગર ACB એ રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.