દ્વારકા ધારાસભ્યને રહી રહીને ખેડૂતોનું હિત ધ્યાને આવ્યું?

સરકારને લખવો પડ્યો પત્ર

દ્વારકા ધારાસભ્યને રહી રહીને ખેડૂતોનું હિત ધ્યાને આવ્યું?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

લોકરક્ષક દળની પરીક્ષા સામે ભયંકર ગોટાળાનો મામલો હાલ સમગ્ર ગુજરાતમાં સળગી રહ્યો છે અને સરકાર પર ભારે પસ્તાળ પડી રહી છે, તેવામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થઈ રહેલ ધાંધીયાથી ખેડૂતો પરેશાન છે,

ત્યારે દેવભૂમિ દ્વારકા તાલુકાના ભાટીયા યાર્ડ ખાતે સરકાર દ્વારા મગફળી ખરીદીમાં ખેડૂતોને મશ્કરી કરવામાં આવતી હોય, ખુદ ભાજપના ધારાસભ્યએ પોલ ખોલીને રાજ્યના પુરવઠામંત્રીને પત્ર લખી રજૂઆત કરવી પડી છે,

આ વખતે મગફળી ખરીદી પારદર્શક રીતે કરવામાં આવશે,તેવા રાજ્ય સરકારે મસમોટા બણગા ફૂંકયા બાદ દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાટીયા યાર્ડ ખાતે મગફળીના સેમ્પલ લેવા માટે એક જ કર્મચારી હોવાથી ખેડૂત પરેશાન થઈ રહ્યા છે,

દેવભૂમિ દ્વારકાનો કલ્યાણપુર તાલુકો સૌથી મોટો તાલુકો હોય ૭૫૯૦ ખેડૂતોએ અને દ્વારકા તાલુકાનાં ૮૫૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે, ધીમી ગતિથી મગફળી ખરીદી કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, તેવો ખુદ ભાજપના ધારાસભ્ય પબુભા માણેક એકરાર કરી રહ્યા છે,

તેવામાં ભાટીયા યાર્ડ ખાતે મગફળીના સેમ્પલ લેવા માટે એક જ કર્મચારી હોવાની મોડે મોડેથી ધારાસભ્ય પબુભા માણેકને થતા નાછૂટકે આ મામલે રાજ્યના પુરવઠામંત્રી જયેશ રાદડીયાને પત્ર લખીને વધુ કર્મચારી અને બારદાન આપો તેવી માંગણી કરવામાં આવી છે,

આમ ભાજપના જ ધારાસભ્ય પબુભા માણેકને ટેકાના ભાવે મગફળી ખરીદીમાં થઈ રહેલ ધાંધીયાની પોલ ખોલીને સરકારનું ધ્યાન દોરી વધુ સ્ટાફ ફાળવવા માંગણી કરવી પડે તે બાબત શરમજનક હોવાનું જાણકારો માની રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.