દ્વારકા:જગતમંદિરમાં પ્રતિબંધ હોવા છતાં દરરોજ ફોટોગ્રાફ્સ કોણ ફરતા કરે છે...???

 કેટલાક ભાવિકો દ્વારા મંદિરની સુરક્ષાને નજરઅંદાજ કરીને ત્યાંથી જ ફેસબુક લાઈવ વિડીઓ કરવામાં આવ્યા..જેને કેટલાય લોકો એ નિહાળ્યા...અને સુરક્ષાના દાવાઓની તો જાણે હવા જ નીકળી ગઈ હોય તેમ લાગ્યું.

દ્વારકા:જગતમંદિરમાં પ્રતિબંધ હોવા છતાં દરરોજ ફોટોગ્રાફ્સ કોણ ફરતા કરે છે...???

વિશ્વપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર લાખો શ્રદ્ધાળુઓ નું આસ્થાનું કેન્દ્ર છે..ચારધામો મા નું એકયાત્રાધામ પણ દ્વારકા હોવાથી અહી ભાવિકો નો ભારે ધસારો દરરોજ જોવા મળતો હોય છે..ત્યારે આ મંદિરની સુરક્ષા ને  લઈને કેટલાક કડક નિયમો સરકાર દ્વારા બનાવવામા આવ્યા છે..પણ હમણાં હમણાં છેલ્લા કેટલાક સમયથી અહી નિયમોની અમલવારી કરાવવામાં તંત્ર ટૂંકું પડી રહ્યું તેમ લાગે છે..

બે દિવસ પૂર્વે જ  જયારે શરદપૂર્ણિમાની ઉજવણી મંદિરમાં કોઈપણ જાતની મંજૂરી વગર હાઈફાઈ સાઉન્ડસિસ્ટમ સાથે રાસગરબા અને વાજીંત્રો ના તાલે કરવામાં આવ્યા...ત્યાં સુધી તો ઠીક પણ ઉજવણી દરમિયાન  કેટલાક ભાવિકો દ્વારા મંદિરની સુરક્ષાને નજરઅંદાજ કરીને ત્યાંથી જ ફેસબુક લાઈવ વિડીઓ કરવામાં આવ્યા..જેને કેટલાય લોકો એ નિહાળ્યા...અને સુરક્ષાના દાવાઓની તો જાણે હવા જ નીકળી ગઈ હોય તેમ લાગ્યું...આ સમગ્ર મામલો સામે આવતા દ્વારકાધીશ મંદિરના વહીવટદાર અને પ્રાંતઅધિકારી પી.એ.જાડેજા દ્વારા આ મામલે પાંચ દિવસમાં તપાસ કરવા માટે નાયબ વહીવટદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારકા ને આદેશો તો આપી દેવામાં આવ્યા છે..અને તપાસમાં શું આવશે તે તો તપાસપૂર્ણ થયે જાણવા મળશે...

પણ સૌથી મહત્વની બાબત કોઈ હોયતો એ છે કે દ્વારકાધીશ મંદિર પરિસરમાં મોબાઈલફોન સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવાની સખ્ત મનાઈ છે..અને જો કોઈ ભાવિક ને મંદિર અંદરની વિડીયોગ્રાફી કરવી હોય તો તેના નિયત કરેલ ચાર્જ ભરપાઈ કર્યા બાદ જ અંદર મંજુરી સાથે  કરી શકાય તેવી વ્યસ્થા છે..આવી વ્યવસ્થા અમલી હોવા છતાં પણ છેલ્લા કેટલાય મહિનાઓથી વોટ્સઅપ અને ફેસબુક સહિતના  સોશિયલમીડિયા ના માધ્યમોમાં દ્વારકાધીશ નિજ મંદીરની રોજની ત્રણ થી ચાર અલગ અલગ દર્શનો ની તસ્વીરો અને અમુક પ્રસંગોના વિડીઓ ફરતા હોવાનું પણ સામે આવ્યું છે.તો પછી મંજૂરી લઈને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાના નિયમોનું શું?????

-અમારા વિભાગ દ્વારા કોઈ મનાઈ કરવામા આવી નથી:સુરેશ શાહ:સંરક્ષક સહાયક:આર્કિયોલોજીવિભાગ દ્વારકા

દ્વારકા જગતમંદિરને લઈને આર્કિયોલોજી વિભાગ નો રોલ પણ મહત્વનો છે..ત્યારે મંદિરમાં થઇ રહેલ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અંગે જયારે mysamachar.in એ આર્કિયોલોજી વિભાગ દ્વારકાના સંરક્ષક સહાયક સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે  અમારા વિભાગ દ્વારા કોઈપણ શ્રદ્ધાળુ ને મોબાઈલ લઇજવાની કે ફોટોગ્રાફી કરવાની કોઈ મનાઈ કરવામાં આવી નથી..અને જે મનાઈ છે તે લગત તંત્ર દ્વારા કરવામાં આવી છે..અને તેના દ્વારા આ અંગેના બોર્ડ પણ મંદિર માં જેતે સ્થળો એ લગાવાયા છે..માત્ર કોઈને પ્રોફેશનલ પ્રકારની વિડીયોગ્રાફી કરવી હોય તો તેનો નિયત કરેલો ચાર્જ અંદાજે ૫૦,૦૦૦ આર્કિયોલોજી વિભાગમાં ભરી અને મંજૂરી બાદ  કરી શકાય તેવી વ્યવસ્થા અમલી છે.

-નિયમ બધા માટે સરખા શા માટે નહી??

જગતમંદિરમા આમ તો સમાન્ય રીતે ઈલેક્ટ્રોનિક કોઈપણ ઉપકરણો લઇ જવાની સખ્ત મનાઈ છે..પણ તેમ છતાં પણ અમુક  ચોક્કસ વગ ધરાવતા લોકો પોતાનો મોબાઈલ ફોન દરરોજ મંદિરમાં અંદર લઇ જાય છે...અને તેનો અંદર બિન્દાસ્ત રીતે ઉપયોગ પણ થાય છે..અને તેમાંથી ફોટાઓ અને વિડીઓ પણ વાયરલ થાય છે..ત્યારે સ્થાનિકો અને યાત્રાળુઓ ના મનમાં એ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે નિયમો બધા માટે સરખા શા માટે નહિ.???

મેં પોલીસને તપાસ કરવા માટે કહ્યું છે:અધ્યક્ષ:દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ:જે.આર.ડોડીયા

દ્વારકાધીશ મંદિરમાં શરદપૂર્ણિમા ના દિવસે રાત્રીના કેટલાક ભાવિકો દ્વારા મોબાઈલ સાથે મંદિરમાં જઈ અને સોશિયલમીડિયામાં વિડીયો લાઈવ કરવામાં આવ્યા છે..તે મામલે mysamachar.in એ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ના અધ્યક્ષ અને જીલ્લા કલેકટર જે.આર.ડોડીયા સાથે વાતચીત કરી  ત્યારે તેવોએ  આ મામલે પોલીસ ને તપાસ કરવા માટે સુચના આપી છે..સિક્યુરિટી ની તપાસ વગર અંદર કેવી રીતે મોબાઈલ ગયા તે અંગે પણ તપાસ થશે તેમ તેવોએ જણાવ્યું...

દરરોજ ફરતા નવા ફોટોગ્રાફ્સ ના મામલે પણ તપાસ કરાવીશું:પી.એ.જાડેજા:વહીવટદાર:દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિરમાં રોજ થતા અલગ અલગ ઝાંખીઓના દર્શનના ફોટોગ્રાફ્સ કેટલાય મોબાઈલ માં વાયરલ થાય છે..અમુક વખતે વિડીયો પણ વાયરલ કરવામાં આવે છે..તો સરેઆમ થતા નિયમોના ભંગ અંગે મંદિરના વહીવટદાર અને પ્રાંતઅધિકારી પી.એ.જાડેજાને પૂછવામાં આવ્યું ત્યારે તેવો એ આ મામલે પણ તપાસ થશે તેવી વાત  mysamachar.in ને કરી છે..