Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઠેર ઠેર ચાલતા ઓનલાઈન યંત્રને નામે ચાલતા જુગારના અખાડાઓ પર દ્વારકા એલસીબી પી.આઈ.જે.એમ.ચાવડાની રાહબરી હેઠળની ટીમે તવાઈ બોલાવી અને 2 અખાડાઓ પરથી 20 શખ્સોને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, દ્વારકા તાલુકાના વરવાળા ગામે બે અલગ અલગ જગ્યાએ હોનેસ્ટ અને જે.જે. ઓનલાઇન માર્કેટીંગ એજન્સીના નામે ઓનલાઇન યંત્ર વેચવાની જાહેરાતના નામે દુકાનોમાં ઓનલાઇન ગેમ રમાડવાની જગ્યાએ જુગારની ગેરકાયદેસર પ્રવુતી કરતા હોય જેમાં એલ.ઇ.ડી. સ્ક્રીન ઉપર દર 15 મીનીટે ડ્રો જાહેર કરી ઇલેકટ્રોનીક સાધનો દ્વારા ઓનલાઇન દશ ડીઝીટ આંકડાના ફર્કનો પૈસાની હારજીતના નસીબ આધારીતનો જુગાર રમી-રમાડવાની ઇલેકટ્રોનીક સાધનોનો ઉપયોગ કરી ઓનલાઇન યંત્ર વેચવાની આડમાં જુગારના અખાડા ચલાવતા હોવાની મળેલ હકકત આધારે નીચે જણાવેલ બે સ્થળો પરથી જુગારના અખાડા પકડી પાડેલ ત્યારે દ્વારકા સ્થાનિક પોલીસ ઊંઘતી હતી કે પછી આંખ આડા કાન કર્યા હતા તે સવાલો ચર્ચાઈ રહ્યા છે,
-દ્વારકા તાલુકાના વરવાળા ગામે સહજ સેલ્સ નામની દુકાનમાં જયદેવસીહ ઉર્ફે પલ્લુ અમરસીહ માણેક સંચાલીત જુગારનો અખાડો ચલાવતા હોવાની હકીકત આધારે રેઇડ કરી જે.જે. ઓનલાઇન માર્કેટીંગ એજન્સી નામથી અડો ચલાવનાર ઓપરેટર આરોપી ભરતભાઇ ઉર્ફે ભોલો બાબુલાલ ગોંડલીયા સાથે રમનાર (1) કરનભા ઉર્ફે કનુભાઇ ટપુભા સુમણીયા રહે. દ્રારકા (2) રવીભાઇ ધનાભાઇ સુમણીયા રહે. દ્વારકા (3) ઝવેરભાઇ અરજણભાઇ વાઘેલા રહે. વરવાળા તા.દ્રારકા (4) અરજણભાઇ બાલુભાઇ ચૌહાણ રહે. વરવાળા તા. દ્વારકા (5) સુકાભાઇ નાથાભાઇ વાઘેલા રહે.વરવાળા તા. દ્વારકા (6) અમરસીહ માયાભા માણેક રહે. દ્વારકાવાળા ઇસમોને રોકડા રૂ. 14015/- તથા LED ટી.વી તથા કોમ્યુટર, સી.પી.યુ., મોનીટર વિગેરે સાધનો તથા મોબાઇલ ફોન-4 તથા મોટર સાઇકલ સાથે મળી કુલ રૂ. 1,25,865/- ના મુદામાલ સાથે કુલ 7 ઇસમોને પકડી પાડી અને ફરારી જયદેવસીહ ઉર્ફે પલ્લુ અમરસીહ માણેકને પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા,
-દ્વારકા તાલુકાના વરવાળા ગામે કે.જી.એન. મોબાઇલ નામની દુકાનમાં યશપાલસીહ રાજેન્દ્રસીહ ચુડાસમા હોનેસ્ટ ઓનલાઇન માર્કેટીંગ સંચાલતી જુગારનો અખાડો ચલાવતા હોવાની હકીકત આધારે રેઇડ કરી હોનેસ્ટ માર્કેટીંગ એજન્સી નામનો અડો કે.જી.એન. મોબાઇલ નામની દુકાનમાં ટેબલ કાઉન્ટર ઉપર બેસનાર રણજીતભા મોમૈયાભા જગતીયા તથા ઓપરેટર દેવાભા ભોજાભા જગતીયા રહે. બંને મૂળવેલ ગામ તા.દ્રારકા વાળા સાથે રમનાર (1) જાડુભા પાર્થયાભા જગતીયા રહે. મૂળવેલ તા. દ્વારકા, (2) મનોજભા લુણાભા જગતીયા રહે. મુળવેલગામ તા.દ્વારકા (3) વનરાજભા નહાભા માણેક રહે. દ્વારકા (4) હનીફભાઇ ઇશાકભાઇ નોયડા રહે. હુશેની ચોક, ઉધોગનગર, આરંભડા તા.દ્વારકા (5) દેવજીભાઇ વજસીભાઇ સોલંકી રહે. સુરજકરાડી તા, દ્વારકા (6) ઇકબાલભાઇ તારમામદભાઇ જીવાણી રહે.વરવાળા ગામ (7) બુધાભાઇ વીસાભાઇ વીંઝુડા રહે.વરવાળા તા, દ્વારકા (8) અરજણભાઇ મોહનભાઇ પરમાર રહે.વરવાળાગામ તા.દ્વારકા (9) ખેરાજભાઇ હરદાસભાઇ માલકા રહે. દ્વારકાવાળા (10) હેમાભા પાચર્યામા જગતીયા રહે. મૂળવેલ તા. દ્વારકા (11) બકુલભાઇ હેમંતલાલ કાપડી રહે.દ્રારકા વાળા ઇસમોને રોકડા રૂ.46950/- તથા LED ટી.વી તથા કોમ્યુટર, સી.પી.યુ, મોનીટર વિગેરે સાધનો તથા મોબાઇલ ફોન-13 તથા મોટર સાઇકલ નંગ-2 સાથે મળી કુલ રૂ. 1,69,950/- ના મુદામાલ સાથે કુલ-13 ઇસમોને પકડી પાડી અને ફરારી યશપાલસીહ રાજેન્દ્રસીહ ચુડાસમાને પકડી પાડવા ચક્રો ગતીમાન કરી દ્રારકા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે,
આમ વરવાળા ગામે બે જગ્યાએ ઓનલાઇન યંત્ર વેચવાની જાહેરાતના નામે દુકાનોમાં ઓનલાઇન ગેમ રમાડવાની આડમાં ચલાવતા ઇલેકટ્રોનીકસ સાધનોથી આંકડાના નસીબ આધારીત જુગાર રમાડવાના બે જુગારના અખાડામાં બંને અખાડામાં કુલ 20 આરોપીઓને રૂ. 2,95,815/- ના મુદામાલ સાથે પકડી પાડી ફરાર આરોપીઓને પકડી પાડવા તપાસ કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી LCB PI જે.એમ.ચાવડાની સુચનાથી સ્ટાફના PSI એસ.વી.ગળચર, PSI પી.સી.શીંગરખીયા તથા દેવસીભાઇ ગોજીયા, બીપીનભાઇ જોગલ, અજીતભાઇ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસીહ ચુડાસમા મસરીભાઇ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઇ કેશરીયા, લાખાભાઇ પિંડારીયા, જેસલસીહ જાડેજા, સહદેવસીહ જાડેજા, પ્રવિણભાઇ ગોજીયા, અરજણભાઇ મારૂ, બલભદ્રસીહ ગોહીલ, મહેન્દ્રસીહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. જીતુભાઇ હુણ, વિશ્વદીપસીહ જાડેજા જોડાયા હતા.