દ્વારકા જીલ્લામાં દારૂની રેલમછેલ તો નહિ જ ચાલે, સ્થાનિક પોલીસ બાદ LCBએ સપાટો બોલાવી દીધો

1200 થી વધુ બોટલો કરી કબજે 

દ્વારકા જીલ્લામાં દારૂની રેલમછેલ તો નહિ જ ચાલે, સ્થાનિક પોલીસ બાદ LCBએ સપાટો બોલાવી દીધો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દારૂની રેલમછેલ કોઈપણ સંજોગોમાં નહિ ચાલે તેવુ તેમ એસપી નીતેશ પાંડેય સહિતની ટીમે નક્કી કરી લીધું છે, ગતરાત્રીના ખંભાળિયાની સ્થાનિક પોલીસે મોટો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યા બાદ દ્વારકા એલસીબીએ ટીમે પણ સપાટો બોલાવી દઈ અને 1200 બોટલો અંગ્રેજી શરાબની કબજે કરતા પીનાર અને વેચનાર બન્નેમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.દ્વારકા એલસીબી સ્ટાફના માણસો પ્રોહીબીશન અંગે પેટ્રોલીંગ દરમ્યાન એ.એસ.આઇ સજુભા હમીરજી જાડેજા તથા હેડ કોન્સ્તેબલ જેસલસિંહ ગુલાબસિંહ જાડેજા, સહદેવસિંહ નાથુભા જાડેજા નાઓને મળેલ હકીકત આધારે..

દિલિપસંગ મહોબ્બતસંગ કેર ગેરકાયદેસર ઇગ્લીશ દારૂના જથ્થો વેચાણ અર્થે મંગાવી કેશોદ ગામના તેના વાડીએ આવેલ રેહણાક મકાનનો કબ્જો રાખી આ મકાનમાં ઇંગ્લીસ દારૂનો જથ્થો સંતાડી રાખી હેરફેર કરવાની પેરવીમાં છે. તેવી હકીકત આધારે રેઇડ કરી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-464 જેની કિમત290210 ના મુદામાલ સાથે દિલિપસંગ મહોબ્બતસંગ કેર ને પકડી પાડી તેની પુછપરછમાં આ જથ્થો યુનુશ રાવકરડા નાઓ પ્રફુલ પટેલના કહેવા મુજબ આપી ગયેલ હોવાનું જણાવેલ જેથી આ બાબતે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે. મુજબ આપી ગયેલ હોવાનું જણાવેલ જેથી આ બાબતે ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે.

આ દરમ્યાન એલ.સી.ર્બી સ્ટાફની ઉપરોકત હકિકત આધારે યુનુસભાઇ સુલેમાન રાવકરડાના રે,જામજોધપુરને શોધી કાઢી તેઓની પુછપરછ કરેલ અને તેને સાથે રાખી ભાણવડ તાલુકા નવાગામ સીમ વિસ્તારમાં આવેલ ભરતભાઇ વાઘેલાના ફાર્મ હાઉસે રેઇડ કરી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની બોટલો નંગ.744 કી.રૂ. 297600 ના જથ્થા સાથે યુનુસભાઇ રાવકરડાને પકડી પાડી ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે. આ કાર્યવાહી એલ.સી.બી PI જે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ બી.એમ.દેવમુરારી એસ.વી.ગળચર, એફ.બી.ગગનીયા, ASI સજુભા,જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.