દ્વારકા LCBની તપાસમાં સામે આવી દારૂ ઘુસાડવાની નવી ટ્રીક

બે માસ પૂર્વે ઝડપાયો હતો જંગી જથ્થો

દ્વારકા LCBની  તપાસમાં સામે આવી દારૂ ઘુસાડવાની નવી ટ્રીક

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુજરાત રાજ્યમાં ભલે દારૂબંધી હોય પણ આ જ રાજ્યમાં બોર્ડર પાર કરાવીને વિવિધ નુંશખાઓ અપનાવીને બુટલેગરો દ્વારા દારૂ ની મોટાપાયે હેરાફેરી થતી હોવાનો અનેક વખત પર્દાફાશ થઇ ચુક્યો છે થોડાદિવસો પૂર્વે  જ ચોટીલા નજીક થી ખાતરના ભૂસાની આડમાં ઘુસાડાઇ રહેલ દારૂના જથ્થા ને પોલીસે ઝડપી પાડ્યા બાદ દેવભૂમિદ્વારકા એલસીબીની તપાસમાં દારુની હેરાફેરી માટે કઈ રીતે બોગસ બીલ્ટીઓનો કરવામાં આવતા ઉપયોગનો પોલીસે પર્દાફાશ કર્યો છે,

દેવભૂમિદ્વારકા એલસીબીએ એ આજથી બે માસ પૂર્વે ભાણવડ ના કપુરડી ના પાટિયા નજીક થી ટ્રકના કન્ટેનરમા થી ૧૧૪૫ પેટી અંગ્રેજી શરાબ જેની કીમત ૪૫ લાખ થવા જાય તે ઝડપી પાડ્યો હતો અને આ દારૂ ઝડપાઈ ચુક્યા બાદ પોલીસ દ્વારા તેની ઊંડાણપૂર્વક ની તપાસ ચલાવવામા આવી રહી હતી જેમાં સામે આવ્યું છે કે પંજાબ થી ભાણવડ સુધી દારૂ પહોચાડવા માટે પોરબંદરની એક પેઢીની બોગસ બીલ્ટીઓ બનાવામાં આવી અને પોલીસ અને આરટીઓ ને ચેકિંગ દરમિયાન ટ્રકમાં ઘઉં ભર્યા છે તેવી ધૂળ નાખવામાં આવતી હતી અને ટ્રકમાં ઘઉં જ ભર્યા છે તેવી ખોટી માહિતી અને બોગસ બીલ્ટીઓ ને આધારે મોટીમાત્રામાં અંગ્રેજી શરાબ નો જથ્થો ભાણવડ સુધી પહોંચાડયો હતો,

તપાસમાં બોગસ બીલ્ટી  બનાવ્યાનું સામે આવતા એલસીબીએ કુલ ચાર શખ્સો સામે ગુન્હાહિત કાવતરું,બોગસ દસ્તાવેજ બનાવવા સહિતની વિવિધ કલમો હેઠળ ભાણવડ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો છે જેમાંના આરોપીઓમાં થી  દારૂ ના જથ્થા સાથે ઝડપાયેલ ડ્રાઈવર અને પાસ્તરડી ગામના રૂડા મોરી હાલ જેલમાં હોય તેનો કબજો લેવા તજવીજ હાથ ધરાઈ છે જયારે અન્ય બે આરોપીઓ ફરાર હોય જેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે

અંગ્રેજી શરાબ નવતર કીમિયા થી ઘુસાડવાના આ પ્રકરણનો એલસીબી એ પર્દાફાશ કર્યા બાદ આગળની તપાસ પીએસઆઈ વાય.જી.મકવાણા ચલાવી રહ્યા છે.