દ્વારકા L.C.B એ ૨ શખ્સોને ઝડપી પાડી ૧૩ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો 

જામનગરમાં પણ કરી છે ચોરી 

દ્વારકા L.C.B એ ૨ શખ્સોને ઝડપી પાડી ૧૩ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલ્યો 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

છેલ્લા કેટલાક સમયથી દ્વારકા જિલ્લામાં વધી રહેલી તસ્કરોની રંજાડને ડામી દેવા માટે જીલ્લા એલસીબીનો સ્ટાફ પ્રયાસમાં હતો, અને અંતે બે એવા શખ્સો એલસીબીને હાથ લાગ્યા છે, જે રાત્રીના સમયે દુકાનોના તાળા તોડી દુકાનમાંથી તેમજ વાહનચોરી કરતા હોવાનું સામે આવ્યું છે, પોલીસે મહેમૂબ ભટ્ટી અને મનુ ભટ્ટીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા ૧૩ ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાંથી દ્વારકા જીલ્લાના છ ગામોમાં અને જામનગર જીલ્લાના બે ગામોમાં ચોરી કર્યાની કબુલાત આપી છે, ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૮૫૦૦૦ નો મુદામાલ પણ કબજે કર્યો છે.આ કાર્યવાહી પી.આઈ.એમ.ડી.ચંદ્રાવાડીયા ની સુચનાથી પીએસઆઈ વી.એમ.ઝાલા, એ.એસ.આઈ સજુભા જાડેજા, અજીત બારોટ, જેસલસિંહ જાડેજા, સહિતના સ્ટાફે કરી હતી.