ડુપ્લીકેટ સેનેટાઈઝરનું કૌભાંડ ખુલ્લું પડ્યું

મહામારી વચ્ચે થોડાક નફા માટે લોકો શું કરે છે.

ડુપ્લીકેટ સેનેટાઈઝરનું કૌભાંડ ખુલ્લું પડ્યું
symbolic image

Mysamachar.in-વડોદરા

આફતને પણ અવસરમાં બદલનાર લોકોની કમી નથી હોતી, તાજેતરમાં જ કોરોનાની મહામારી વચ્ચે સુરતમાંથી નકલી ટોસિવિઝુમેબ ઇન્જેકશનના વેપલાનો પર્દાફાશ થયા બાદ વડોદરામાં નકલી સેનેટાઈઝરના ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી કેમિકલ અને વિવિધ માત્રાની બોટલો અને કેરબાઓમળી કુલ 7 લાખની મત્તા કબજે કરી હતી. ન્યૂ સમા વિસ્તારની પંચશીલ સૈનિક સોસાયટીમાં રહેતો અનિલ મિત્તલ નજીકમાં આવેલ અંકુર રેસી કમ પ્લાઝાના ગોડાઉનમાં નકલી સેનેટાઈઝર બોટલમાં ભરી રહ્યો હોવાની માહિતી સમા પોલીસને મળતા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. આ સમયે અનિલ મિત્તલ બોટલમાં નકલી સેનેટાઈઝર ભરતા રંગેહાથ ઝડપાયો હતો.પોલીસે ગોડાઉનમાંથી અલગ અલગ માત્રાની 1,764 નંગ બોટલો, પાંચ લિટરના 157 કારબા, ખાલી બોટલો અને કારબા તેમજ મોટા ડ્રમ તથા 400 લીટર શંકાસ્પદ કેમિકલ મળી કુલ રૂપિયા 7,07,760 ની મત્તા જપ્ત કરી હતી. સમા પોલીસે ઝડપાયેલા ભેજાબાજ અનિલ મિત્તલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.