My samachar.in:-પાટણ
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનું પાર્સીંગ ધરાવતા વાહનોની આર.સી. બુક જેવી નકલી આર.સી. બુક બનાવતા ધંધાનો સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામેથી પાટણ એલસીબી અને એસઓજી પોલીસની સંયુક્ત ટીમ દ્વારા પર્દાફાશ કરી એક ઈસમની અટકાયત કરવામાં આવી છે.સિદ્ધપુર તાલુકાના મુડાણા રેડ કરી મોમીન નામના શખ્સને રંગીન સ્માર્ટ પિન્ટર તથા અલગ અલગ આર.ટી.ઓ કચેરીના અધિકારીની સહીવાળી આર.સી.બુક નંગ-10 તથા વાહનનું ઓનલાઇન ગુજરાત ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ ફોર્મ નં-24 નંગ-08 ઓર્થોરીટીના તથા એક આઇફોન તથા ચાર્જર તથા કેબલ તથા થીનર મળી કુલ .રૂ.40 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો..
પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ કરતા આરોપી અસફાક મોમીન કમિશનથી વાહન લે-વેચનો ધંધો કરતો હતો ત્યારે વડગામ તાલુકાના રજોસણા ગામના તારીફ અબ્દુલહમીદ માકણોજીયા આરટીઓ એજન્ટ હોવાથી વાહનનું પાર્સિંગ ટ્રાન્સફર સહિતનું આરટીઓનું કામ કરતો હતો.ડુપ્લીકેટ આરસી બુક બનાવવાની ટેક્નિક તેણે અસફાકને શીખવાડી હતી. અને આર.સી બુકો પણ તેને આપી હતી.સિઝરો પાસેથી કમિશનથી વેચાવેલા વાહનની ઓરિજનલ આરસી બુક ન હોય તો અસફાક મોમીન આરટીઓ ફોમૅ નં 24 મેળવી અસલ આર.સી.બુક લાવી દેતો હતો. સ્માર્ટ પ્રિન્ટરની મદદથી આરસી બુક પ્રિન્ટ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવતો હતો અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી ટેક્સ ન ભરવો પડે તે માટે ફોમૅ નં 36 મેળવ્યા વગર ડુપ્લીકેટ આરસી બુક આરટીઓમાં જમા કરાવી ઓરીજીનલ આરસી બુક ખરીદનાર વ્યક્તિને અપાવતો આવતો હતો.