ખેતરમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

ડુપ્લીકેટ બનાવવાનો માલ પણ કબજે લેતી પોલીસ 

ખેતરમાંથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

Mysamachar.in-આણંદ

આણંદ જીલ્લાની પેટલાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભેટાસી બા માં રહેતો સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલભાઇ માળીનો તેના ભેટાસી વાંટા સીમ માંડવાપુરા તરફ જવાના રોડ ઉપર કેનાલ પાસે આવેલ ખેતરમાં બનાવેલ બોરકુવાની ઓરડીમાં ભારતીય બનાવટના ડુપ્લીકેટ વિદેશી દારુ બનાવી વેચાણ કરે છે, જે બાતમી આધારે રેડ કરતા ભારતીય બનાવટના ડુપ્લીકેટ વિદેશી દારુ બનાવવાની સાધન સામગ્રીઓ સાથે સુરેશ ઉર્ફે ચકો ભાઇલાલભાઇ મળી આવતા તેના કબજામાંથી ડુપ્લીકેટ દારુને લગત અઢી લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી જરૂરી  કાર્યવાહી હાથ ધરી છે.