Mysamachar.in-વડોદરા
એક હોટેલમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી અને પોલીસે ડમી ગ્રાહક મોકલી પ્રવૃત્તિ સક્રિય જણાય તો બારીમાંથી કાગળનો ડૂચો નાખી સિગ્નલ આપવા જણાવ્યું હતું. જેથી ડમી ગ્રાહકએ બારીમાંથી કાગળનો ડૂચો નાખી સિગ્નલ આપતા જ પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મુંબઈની મહિલા કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે મળી આવી હતી. આ સેક્સ રેકેટનો પર્દાફાશ વડોદરામાં થયો છે,
વડોદરા PCB પોલીસની ટીમે સયાજીગંજ વિસ્તારમાં દરોડા પાડીને દેહવેપારનું રેકેટ ચલાવતા હોટેલ સંચાલક અને એજન્ટને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા રેલવે સ્ટેશન પાછળ આવેલી મમતા હોટલમાં દેહવેપારનો ધંધો સક્રિય છે અને તેમાં ગ્રાહકો પાસેથી 2 હજાર રૂપિયા જેટલી માતબર રકમ પડાવવામાં આવે છે. જેથી પોલીસે ત્યાં ડમી ગ્રાહક મોકલ્યો હતો અને આ રેકેટ ખરેખર ચાલતું હોવાનો પર્દાફાશ કરાવ્યો હતો,
પોલીસની પૂછપરછમાં મુંબઈની મહિલાએ કબૂલાત કરી હતી કે, આ હોટલમાં એજન્ટ સુમિત કૃષ્ણચંદ્ર મિશ્રા તેમજ હોટલ સંચાલક જીજુ કે ફિલિપભાઈ પોતાને દેહવેપાર માટે વડોદરા લઈ આવ્યા છે. જેના કારણે હોટલના રિસેપ્શન પર હાજર એજન્ટ સુમિત તથા હોટલ માલિક જીજુ કે ફિલિપભાઈની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે બન્ને શખ્સો પાસેથી રૂપિયા 25 હજારની કિંમતના બે મોબાઇલ ફોન, બે હજાર રોકડા તથા મહિલા પાસેથી મળી આવેલું કોન્ડોમનું પેકેટ મળી કુલ 27 હજારની મત્તા કબજે કરી હતી. બનાવ અંગે સયાજીગંજ પોલીસે બન્ને આરોપીઓ વિરૂદ્ધ ધી પ્રિવેન્શન ઓફ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.