હાઇવે પર નશામા ધુત ડમ્પર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા

મોરબીના હળવદ નજીક બની ઘટના

હાઇવે પર નશામા ધુત ડમ્પર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા

Mysamachar.in-મોરબી

મોરબી જીલ્લાના હળવદમાં દેવળીયા ચોકડી, કેદારીયા, રણજીતગઢનાં પાટીયા પાસેથી પસાર થતાં હાઈવે પર પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે નશામાં ધૂત ડમ્પર ચાલકે ત્રણ વાહનોને હડફેટે લીધા હતા. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવની જાણ થતાં હળવદ પોલીસ અને ગ્રામજનો દોડી ગયા હતાં. જાણવા મળી રહ્યું છે કે આ ડમ્પર ચાલકને ચરાડવા ગ્રામજનો અને પોલીસે મળી ચરાડવા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.