બોલો હવે...ડ્રાઈવર ૩૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયો...!

જાણો વિગતે..

બોલો હવે...ડ્રાઈવર ૩૫૦૦૦ની લાંચ લેતા ઝડપાયો...!

mysamachar.in-ગાંધીનગર

આજે વધુ એક લાંચીયો એસીબીની અડફેટે ચઢી ગયો છે,પણ આ વખતે વિશિષ્ટતા એ છે કે જે ડ્રાઈવર ઝડપાયો છે તે કરાર આધારીત હોવા છતાં પણ ૩૫૦૦૦ ની લાંચ માંગવાની હિમત કરે તે વાત સૌને  આશ્ચર્ય પમાડી રહી છે,

મળતી વિગતો પ્રમાણે ઝડપાયેલો ડ્રાઈવર રોહિતકુમાર બાબુભાઈ ચૌધરી ગાંધીનગર જીલ્લાની માણસા મામલતદાર કચેરીમાં કરાર આધારીત ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોય તેણે ફરીયાદી ને સ્ટેમ્પ વેન્ડર ના લાયસન્સ માટે ફરીયાદી એ આપેલી અરજી સારું અભિપ્રાય આપી મામલતદાર કચેરી થી પ્રાંત કચેરી એ મોકલી આપવા માટે ફરીયાદી પાસેથી પ્રથમ રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી બીજા રૂ.૩૫,૦૦૦/- નો વાયદો કરી વાયદા મુજબ આજ રોજ લાંચની રકમ રૂ.૩૫૦૦૦/- સ્વીકારી પકડાઈ જતા મામલતદાર કચેરીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.