કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ

જો કે કારમાં સવાર 4 લોકોનો બચાવ

કારચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ

Mysamachar.in-મોરબી

મોરબી નજીક હળવદ માર્કેટિંગયાર્ડ નજીક કારમાં સવાર એક પરિવારને અકસ્માત નડ્યો છે, સદનસીબે જાનહાનિ ટળી છે, પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ થી વડોદરા જતા પ્રજાપતિ પરિવારને હળવદ માર્કેટીંગ યાર્ડ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં ડ્રાઇવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી જોકે કારમાં સવાર મહિલા સહિત ચાર વ્યક્તિઓનો ચમત્કારી બચાવ થયો હતો.