ચાલકે ગુમાવી દીધો કાબુ, અને એકટીવા ક્યાય જઈ પડ્યું, જુઓ CCTV 

અકસ્માતને પગલે ત્યાં હાજર અન્ય રાહદારીઓ દોડી આવ્યા અને...

Mysamachar.in-જુનાગઢ:

જૂનાગઢના કેશોદ તાલુકામાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર જઈ રહેલા એક્ટિવાચાલકે કાબૂ ગુમાવતાં એક્ટિવા હવામાં ફંગોળાયા બાદ દસેક ફૂટ દૂર પડ્યું હતું. અકસ્માતની સમગ્ર ઘટના હાઈવે પર લાગેલા CCTV કેદ થઈ હતી.કેશોદ તાલુકાના ભાટ સીમારોલી ગામ પાસેથી એક એક્ટિવા સવાર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં એક્ટિવા રસ્તાની સાઈડમાં ઊતરી ગયું હતું અને હવામાં ઊછળ્યું હતું. ચાલક નીચે પટકાયો હતો અને દસેક ફૂટ દૂર એક્ટિવા પડ્યું હતું..અકસ્માતને પગલે ત્યાં હાજર અન્ય રાહદારીઓ દોડી આવી ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે કેશોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.