જામનગર કલેકટરનો ચાર્જ સંભાળતા ડો.સૌરભ પારધી

જુનાગઢ કલેકટરથી જામનગર કલેકટર તરીકે થઇ છે બદલી

જામનગર કલેકટરનો ચાર્જ સંભાળતા ડો.સૌરભ પારધી

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લા કલેકટરનો ચાર્જ બદલી પામીને આવેલ ડો.સૌરભ પારધીએ આજે પોતાના જન્મદિવસના દિવસથી જ સંભાળી લીધો છે, તેવો જામનગર બદલી પામીને આવ્યા તે પૂર્વે જુનાગઢ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા, રાજ્યના યુવા I.A.S અધિકારીઓમાંના એક એવા જામનગર કલેકટરએ આજથી પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળી કામગીરી શરુ કરી છે, આમ જામનગર જીલ્લાની કમાન યુવા અધિકારી ડો.સૌરભ પારધીએ સંભાળતા અને જીલ્લા માટે કઈક વધુ કરી છૂટવાની ભાવના તેવો ધરાવે છે, આજે તેવોએ ચાર્જ સંભાળ્યા બાદ હવે તેવો જીલ્લાના વિકાસકાર્યો સહિતની બાબતો અને પડતર પ્રશ્નો પર જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માહિતી મેળવ્યા બાદ પોતાની કામગીરી આગળ ધપાવશે તેમ જાણવા મળે છે.

બેસ્ટ ઓફ લક ડો.સૌરભ પારધી સર..