લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહારને અસર, કઈ ટ્રેનો રદ વાંચો 

8, 15 અને 22 જુલાઈની ઓખા-ગુવાહાટી ટ્રેન રદ

લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે રેલ વ્યવહારને અસર, કઈ ટ્રેનો રદ વાંચો 
file image

Mysamachar.in-રાજકોટ:

લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે 27 જૂનથી 23 જુલાઈ, 2022 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
• 08.07.2022, 15.07.2022 અને 22.07.2022 ની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ રદ.
• 04.07.2022, 11.07.2022 અને 18.07.2022 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ રદ.
• 09.07.2022,16.07.2022 અને 23.07.2022ની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ રદ.
• 06.07.2022,13.07.2022 અને 20.07.2022ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ રદ.

ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
• 27.06.2022 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રુટ પર વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
• 29.06.2022ની ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રુટ પર વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.