એમ ના માનતા વરસાદ રોકાઈ ગયો, આજથી બે દિવસની છે આગાહી

રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે હજુ વરસાદ

એમ ના માનતા વરસાદ રોકાઈ ગયો, આજથી બે દિવસની છે આગાહી

Mysamachar.in-અમદાવાદ

છેલ્લા બે દિવસથી મેઘરાજા રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભુક્કા બોલાવી રહ્યા છે,તેમાંય સૌરાષ્ટ્ની તો વાત જ શું કરવી દરેક જિલ્લામાં એટલો વરસાદ વરસી ચુક્યો છે, એવામાં આજે સવારથી કેટલાક વિસ્તારોમાં કા તો વરસાદ રોકાયો છે અથવા તો ધીમો પડ્યો છે, પણ આજ  અને કાલ હજુ બે દિવસ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે, હજુ બે દિવસથી સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ બે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે.

શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ધીમીધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં તા. 31 ઓગસ્ટે બનાસકાંઠા, સુરત, નવસારી, જામનગર, દ્વારકા, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે. પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાડ અને દિવમાં ભારે વરસાદ પડી શકે છે જયારે 01 સપ્ટેમ્બરે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.