વેપારીની નજર ચૂકવી કરતાં ચોરી, આવ્યા પોલીસના હાથમાં

36 ચોરીનું ડિટેકશન 

વેપારીની નજર ચૂકવી કરતાં ચોરી, આવ્યા પોલીસના હાથમાં

Mysamachar.in-જામનગર:

જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં વેપારીઓની નજર ચૂકવીને ચોરીની ઘટનાઓમા થઇ રહેલા દિનપ્રતિદિન વધારાઓ ને લઈને દ્વારકા એલસીબીની ટીમ સતર્ક હતી, અને એવામાં બે શખ્સો જેને ખંભાળિયા ટાઉનમાં કુસુમ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમા વેપારીની નજર ચૂકવી દોઢ લાખ ભરેલ થેલાની ઉઠાંતરીનો ધોળા દિવસે ચોરીનો બનાવ બનેલ જે ચોરીનો અનડિટેકટ ગુનો સહીતના ૩૬ ગુન્હાઓના ભેદ ઉકેલી નાખવામાં બે શખ્સો ઝડપાઈ જતા સફળતા મળી છે, ઝડપાયેલા બને શખ્સોએ  કુલ-36 ચોરી ત્રણેય જિલ્લાઓમાં કરી હોવાની કબૂલાત આપી છે.

ઝડપાયેલા બને શખ્સો જામનગરના કાલાવડ નાકા બહાર મેમણ કોલોની હુશેની ચોકમા રહેતો  સીદીક ઉર્ફે ઘેટો સલીમભાઈ રાજકોટિયા અને કાલાવડ નાકા બહાર નેશનલ પાર્કમા રહેતો મોહમદ ઓસમાણભાઈ ઈસ્માઈલભાઈ હાંડી મેમણ  છે, બંને આરોપીઓએ તેના મિત્ર સફીક ઉર્ફે દંતો અજીજભાઈ લખાના સાથે મળી જામનગર જિલ્લાના મેઘપર પડાણા, જામનગર ખોડિયાર કોલોની, પટેલ કોલોની, દિગ્જામ સર્કલ, સાધના કોલોની, જોગસપાર્ક, ગોકુલનગર, મુલામેડી, જકાતનાકા, સાત રસ્તા, બેડીનાકા, નાગનાનાકા, શંકર ટેકરી, દરેડ, ધ્રોલ, જોડીયાના આમરણ તથા રાજકોટ જિલ્લાના ગોંડલ, પડધરી, ધોરાજીમાં આવેલ દુકાનો, લારી, બકાલાવાળા, વેપારીની નજર ચૂકવી તેના કાઉન્ટર, થડા અને પેટીમાં રાખેલ રોકડા રૂપીયાની કુલ-36 ચોરીઓ કરેલાની કબૂલાત આપેલ. ઝડપાયેલા બન્ને ઇસમો વેપારી પાસે અલગ અલગ વસ્તુ સામાન ખરીદ કરવા બતાવવા લેવા વાતો કરી અન્ય ઈસમ વેપારીની નજર ચૂકવી કાઉન્ટર, થડા અને પેટીમાં રાખેલ રૂપીયાની ચોરી કરતાં હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી છે, પોલીસે ૩૬ ચોરીનો ભેદ ઉકેલી ઝડપાયેલા શખ્સોને વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલવા માટે રિમાન્ડ સહિતની તજવીજ હાથ ધરી છે.