હવસખોર ડોકટરે મહિલા તબીબ પર આચર્યું દુષ્કર્મ

સૌરાષ્ટ્ર્રના તબીબ જગતમાં ચકચાર

હવસખોર ડોકટરે મહિલા તબીબ પર આચર્યું દુષ્કર્મ

mysamachar.in-રાજકોટ: 

એક સિનિયર ડોક્ટર ઉપર હવસનો રાક્ષસ સવાર થતાં જુનીયર ડોક્ટર ઉપર નજર બગાડીને હવસ સંતોષવા માટે હોસ્પિટલના ચોથા માળે બળજબરી કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યુ હોવાની રાજકોટમાં બનેલ ઘટનાએ સૌરાષ્ટ્રના તબીબ જગતમાં ચકચાર જાગી છે,

રાજકોટ સરકારી સિવિલ હોસ્પીટલમાં સર્જરી વિભાગમાં ફરજ બજાવતા બિન ગુજરાતી મૂળ અમદાવાદનાં રેસિડેન્ટ ડોક્ટર સચીન સિંગ પર હવસનું ભૂત સવાર થતાં તેની સાથે કામ કરતી જુનીયર મહિલા તબીબને દુષ્કર્મનો શિકાર બનાવી હતી, અને હોસ્પીટલના ચોથા માળે આવેલ સર્જરી વિભાગમાં જુનીયર મહિલા ડોક્ટર નાઈટ ડ્યૂટીમાં ફરજ બજાવતી હતી ત્યારે સર્જરી વોર્ડમા જ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં સામે આવ્યું છે,

ભોગ બનનાર જુનીયર મહિલા ડોક્ટરે પોતાના માતપિતાને સમગ્ર બનાવ વિષે ઘરે આપવીતી વર્ણાવી હતી ત્યારબાદ હિમ્મત દાખવીને જુનીયર મહિલા ડોક્ટરના પિતા ફરિયાદ કરવા આગળ આવતા પોલીસે સિનિયર ડોક્ટર સચીન સિંગ વિરુદ્ધ ગુન્હો નોંધીને ધરપકડ કરવામાં આવી છે અને બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે,

તબીબી જગતને કલંકિત કરતી આ ઘટના સામે આવતા તાત્કાલિક અસરથી હોસ્પિટલના સર્જરી વિભાગમાથી આ હવસખોર ડોક્ટરને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો છે.