તમને ખબર છે એક ઉમેદવાર ચુંટણીમાં કેટલો ખર્ચ કરી શકે.? ના હોય તો આ વાંચી લો...

હા દરેક ખર્ચનો હિસાબ પણ આપવો પડશે..

તમને ખબર છે એક ઉમેદવાર ચુંટણીમાં કેટલો ખર્ચ કરી શકે.? ના હોય તો આ વાંચી લો...
file image

Mysamachar.in-ગાંધીનગર

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જેમાં મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, અને નગરપાલિકામાં ચુંટણી લડતા ઉમેદવારો માટે રાજ્યચુંટણી આયોગ દ્વારા ચોક્કસ ખર્ચમર્યાદા નક્કી કરવામાં આવી છે, હા પણ ગત ચુંટણી કરતા તેમાં 35 થી 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેં ગતવખત અને આ વખતના ખર્ચાઓની કેટલો વધારો થયો તેની વાત કરવામાં આવે તો..

- મનપાના ઉમેદવાર માટે અગાઉ ખર્ચની મર્યાદા 4 લાખ હતી જે હવે 6 લાખ છે.
- 9 થી વધુ વોર્ડવાળી નગરપાલિકાઓમાં અગાઉ ખર્ચની મર્યાદા 1.50 લાખ હતી જે હવે 2.25 લાખ કરવામાં આવી છે.
- 9 વોર્ડ સુધીની નગરપાલિકાઓમાં અગાઉ 1 લાખની મર્યાદા હવે 1.50 લાખ કરવામાં આવી.
- જીલ્લા પંચાયતમાં 2.50 લાખ અગાઉની મર્યાદા સામે હવે 4 લાખ કરવામાં આવી છે.
- તાલુકા પંચાયતોમાં 1.25 લાખની અગાઉની મર્યાદા સામે હવે 2 લાખ કરવામાં આવી છે.

જો કે ચૂંટણીપંચ દ્રારા જણાવવામાં આવ્યું છે કે દરેક ઉમેદવારોએ નિર્ધારિત સમયે ચૂંટણીમાં કરેલા ખર્ચનો હિસાબ આપવો પડશે.ચૂંટણી આયોગ દ્રારા જે નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે. તેનું દરેક ઉમેદવારોએ પાલન કરવાનું રહેશે. ચૂંટણીમાં ઉમેદવારો બેફામ ખર્ચ કરતા હોય છે પરંતુ તેની પણ ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. ચૂંટણી પ્રચાર પ્રસાર માટે ઉમેદવારો ખર્ચ કરતા હોય છે. તેના માટે દરેક ઉમેદવારોએ ખર્ચનો હિસાબ પણ આપવાનો રહેશે.