પહેલા મારા વાળ કાપી દે... દીવલાએ વાળ કપાવવા દુકાન માથે લીધી

છેલ્લા કેટલાક સમયથી દિવલો ફરી અલગ અલગ ખેલ કરવા લાગ્યો છે

પહેલા મારા વાળ કાપી  દે... દીવલાએ વાળ કપાવવા દુકાન માથે લીધી
Symbolic image

Mysamachar.in:જામનગર

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલા ડોનનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને છાશવારે આ દિવલો નિર્દોષ લોકોને કનડગત કરી અને તેની દાદાગીરીના પરચા બતાવે છે જેને જામનગર પોલીસ સબક શીખવવા અસર્મથ હોય તેમ લાગે છે, કારણ કે દીવલા વધૂ એક વખત વાણંદની દુકાને વાળ કપાવવા બાબતે ઉપાડો લીધો હોવાની પોલીસ ફરિયાદ સામે આવી છે.

શહેરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં આવેલ ધવલ હેર આર્ટની દુકાને દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલા ડોન તેના બે સાગરીતો સાથે પહોચ્યો હતો જ્યાં દુકાન માલિક ધવલ બજાણીયા સંજયભાઇના વાળ કાપતા હતા ત્યારે આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન ધવલને કહેલ કે પહેલા મારા વાળ કાપી આપ તેમ કહેતા ફરિયાદી દુકાનદારે કહ્યું કે સંજયભાઇના વાળ કાપી તમારો વારો લઇ લઇશ તેમ કહેતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોન ઉશ્કેરાઈ ગયો હતો અને જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી દુકાનની બહાર જઇ પોતે આવેલ એક રીક્ષામાથી લાકડાનો ધોકો લઇ આવી તથા તે રીક્ષામા બેસેલ બે અજાણ્યા ઇસમોને બોલાવી આવી દિવલા ડોને લાકડાના ધોકા વતી દુકાનના થડા પર પડેલ વાણંદકામના સામાન પર ત્રણેક જેટલા ઘા મારી નુકશાન કરી તથા બે અજાણ્યા ઇસમોએ ફરીને શરીરે ઢીંકા પાટુનો માર-મારી તથા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોને જતા જતા દુકાનદારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ સીટી-બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.