જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પહોચ્યા રસીકરણ કેન્દ્રો પર

રસીકરણ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને જોડાવા અધિકારીઓ દ્વારા અપીલ કરાઇ

જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પહોચ્યા રસીકરણ કેન્દ્રો પર

Mysamachar.in-જામનગર

જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં થઇ રહેલ રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસી, જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા સમાહર્તાએ વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં સહભાગી થઇ સુરક્ષિત કરે તેમ અનુરોધ કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનરસતીષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેમજ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખે.

આ મુલાકાત દરમિયાન કામદાર કોલોનીના આરોગ્ય અધિકારી કાજલ ચૌહાણએ જામનગરની જનતાને વિનંતી સહ અનુરોધ કર્યો હતો કે, વધુમાં વધુ લોકો રસી લઈ પોતાને સુરક્ષિત કરે. રસીથી કોઈ આડઅસર નથી અને સંપૂર્ણ સુરક્ષિત હોવાથી દરેક વ્યસ્ક વ્યક્તિ અચૂક રસી લે. રસીકરણ જ દરેક પરિવારને અને જામનગરને સુરક્ષિત કરવાનું એકમાત્ર હથિયાર છે. મુલાકાત દરમિયાન કલેકટર રવિશંકરે તમામ કેન્દ્રો પર રસીકરણ માટે આવેલ લોકોને પોતાની આસપાસના અન્ય લોકોને પણ રસીકરણ માટે પ્રેરણા આપી રસી લેવા અંગે  માર્ગદર્શન આપવા જણાવ્યું હતું. આ મુલાકાતમાં એમઓએચ ઋજુતાબેન જોશી, ડોક્ટર પંચાલ તેમજ આરોગ્ય કેન્દ્ર પરના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.