Mysamachar.in-જામનગર
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના સહકારી ક્ષેત્ર માટે પ્રતિષ્ઠાનો જંગ ગણવામાં આવતી જામનગર ડીસ્ટ્રીકટ બેન્કની છ બેઠકો માટેનું મતદાન આજે સવારે 10 વાગ્યાથી શહેરની ડીકેવી કોલેજ ખાતે શરુ થયું છે, આ બેકની ચુંટણી માટે કુલ 14 બેઠકો છે, જેમાં થી 4 બેઠકો બિનહરીફ થઇ છે, જયારે એક ઉમેદવારનું અવસાન થતા 4 બેઠકો પર ચુંટણી મુલતવી રહી છે, જયારે આજે 6 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે જયેશ પટેલના સાગરીતો સામે નોંધાયેલા ગુજસીટોકના ગુન્હામાં પૂર્વ પોલીસકર્મી વશરામ આહીર હાલ અમદાવાદ જેલમાં હોય તેવોએ આ મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરતા ગુજરાત હાઈકોર્ટે તેને આજે બેન્કની ચુંટણીમાં મતદાન કરવાની મંજુરી આપી હોય આજે વશરામ આહિરને અમદાવાદથી જાપ્તા હેઠળ જામનગર ડીકેવી કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેવોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.