હાલારમાં કોરોના કહેર, રાત દિ એક કરતુ જિલ્લા વહીવટીતંત્ર

રવિશંકરે રંગ રાખ્યો...મોજ કરનાર તબીબો અનટચ

હાલારમાં કોરોના કહેર, રાત દિ એક કરતુ જિલ્લા વહીવટીતંત્ર

Mysamachar.in-જામનગર

જામનગર સહિત સમગ્ર હાલારમા પણ ગુજરાત અને ભારત તેમજ વિશ્ર્વની જેમ જ કોરોના કહેર એ તોબા પોકારાવ્યા છે ત્યારે તે દર્દીઓની સારવાર માટે રાજ્યની બીજા નંબરની મોટી તેમજ સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી સરકારી જુનુ નામ ઇરવીન તે જીજીએચમા સતાવાળાઓ વ્યવસ્થામા ઘાંઘા થઇ જતા અંતે જીલ્લા વહીવટીતંત્ર ખાસ કરીને કલેક્ટર રવિશંકરના નેજા હેઠળ સમગ્ર સીસ્ટમ કામે લાગી છે, તો કમીશનર સતીષ પટેલના નેજા હેઠળ સમગ્ર કોર્પોરેશન તંત્ર એસપી  દીપેન ભદ્રનના નેજા હેઠળ સમગ્ર પોલીસ તંત્ર પોતાની કામગીરી સુપેરે નિભાવી રહ્યું છે, જીજીએચ અને મેડીકલકોલેજનુ તત્ર પોતે મેનેજમેન્ટમા એવી થાપ ખાય છે કે રોજ ફરિયાદો અવ્યવસ્થાઓના કાગારોળ થઇ રહ્યા છે અને સ્ટાફ ઓક્સીજન  દવા બેડ વગેરે ઘટે જ છે તે બાબત ચિંતાનો વિષય હોઇ જીલ્લા કલેક્ટર રવિશંકરએ મોટાભાગે આમ તો બાજી સંભાળી જ છે અને હવે તેઓએ વધુ જહેમત લેવાની થઇ છે.

ખાસ કરીને ઓક્સીજન માટે તેઓ જિલ્લાની કંપની પાસેથી વ્યવસ્થાઓ કરવામા સફળ થયા છે જે માટે રોજે રોજ તેઓ ફોલોઅપ લે છે તો વળી સમગ્ર જિલ્લાની વ્યવસ્થા જાળવવાના કાયદા જાહેરનામા કલેક્ટરના નેજા હેઠળ નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર સરવૈયા કરી રહ્યા છે તેમજ રેમડેસીવર માટે નોડલ એવા પ્રાંત અધિકારી આસ્થા ડાંગર જહેમત ઉઠાવે છે તો વળી શહેરમા ડીસ્ટન્સ વગેરે પાલન માટે સીટી મામલતદાર નંદાણીયા સતત દેખરેખ રાખે છે, સાથે જ ડે. કમી. વસ્તાણી આસી. કમી ડાંગર તેમજ તેમના દરેક વિભાગની ટીમો તથા આરોગ્ય અધીકારી ડો. રૂજુતા જોશીના નેજા હેઠળ સમગ્ર આરોગ્ય ટીમો જહેમત ઉઠાવે છે તો જિલ્લામા ડીડીઓ ડો.વિપિન ગર્ગ ના નેજા હેઠળ પંચાયતનુ તંત્ર જહેમત ઉઠાવે છે, તે દરેક તંત્રનુ એક તરફ સંકલન કલેક્ટર રવિશંકર કરે છે તો વળી તેઓ જાત નિરીક્ષણ માટે જીજીએચ ઉપરાંત વેક્સીન કામગીરીઓની દેખરેખ તેમજ સરકાર સાથે સંકલન સાથે હાલ જીજીએચ તંત્રને દોડતુ કરવા સરાહનીય જહેમત ઉઠાવી રહ્યા છે.

-અમુક સિનિયર જુનિયર ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ રાત દિ એક કરે છે અને માથુ કાઢનારા મોજ કરે છે....

જીજીએચ અને મેડીકલ કોલેજના સ્ટાફના ડોક્ટરો તેમજ જુદી જુદી કેટેગરીના સ્ટાફમા જુથવાદ છે, તે સૌ જાણે છે, ડીન અને સુપ્રીન્ટેન્ડન્ટ આ જુથવાદ નાથી દરેક ડોક્ટરોને હાલ એપીડેમીક ઇમરજન્સીમા પણ હુકમો કરી કામ સોંપી શકતા નથી એવા અનેક માથાઓ છે જે અનટચ છે જ્યારે ગત માર્ચ 2020મા જ્યારથી નવા જીજીએચ  બીલ્ડીંગમા કોવિડ હોસ્પીટલ શરૂ થઇ ત્યારથી અનેક સીનિયર જુનિયર ડોક્ટરો સિનિયર જુનિયર અમુક નર્સીંગ સ્ટાફ તેમજ વહીવટીને પેરા મેડીકલ સ્ટાફ ખરેખર ખંતથી કામ કરે છે તેમાથી ઘણાને કોરોના પણ થયો હતો તેમ છતા તેઓ ફરજમા તુટી રાત દિ એક કરી રહ્યાનુ તેમજ સારી રીતે પોતાની કમ્ફર્ટ વિચાર્યા વગર ફરજ બજાવ્યે જ જાય છે જે બધા જુએ છે ત્યારે જેમ દર્દી  પ્રત્યે સંવેદના બતાવાનુ વહીવટી પકડનુ જેમ શુરાતન ડીન કે સુપ્રિને નથી ચડતુ તેમ આ સ્ટાફને થોડી હળવાશ આપવાનુ નથી સુઝતુ કેમકે સામે બીજા માથા ભારે છે જ્યા ગજ વાગતો નથી એટલે કામ આ સીનીયર લોકો પાસે જ ખેંચાવે છે બીજી તરફ એટેન્ડન્ટ પણ મળતા નથી તેવી લાચારી ડીન ડો.દેસાઈએ વ્યક્ત કરી હતી દેખીતુ છે કે એટેન્ડન્ટ ન હોય તો પેશન્ટની સતત દેખરેખ ન થાય તો તે બાબત પણ જોખમી છે.