બબ્બે દીકરીઓના લગ્ન આવતા ટેન્શનમાં વ્યથિત પિતાએ...
ખંભાળિયા તાલુકાના સામોર ગામની ઘટના

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એક નહિ પરંતુ બબ્બે દીકરીઓના લગ્ન આવતા ટેન્શનમાં વ્યથિત પિતાએ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટ્યાની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.ખંભાળિયા પોલીસ મથકે જાહેર થયેલ વિગતો મુજબ ખંભાળિયા તાલુકાના સામોર ગામે વસવાટ કરતા દીલીપભાઇ ગોંવીદભાઇ રાઠોડની બે દિકરીઓના લગ્ન આવતા હોય જે લગ્નના ટેન્સનના લીધે પોતે પોતાની મેળે એસિડ પી લેતા સારવાર દરમ્યાન મરણ ગયાનું જાહેર થયું છે.