જામનગર કોંગ્રેસમા પેરાશુટ ઉમેદવારને ઉતારાવાની ચર્ચા વચ્ચે અસંતોષની આંધી..

પૈસાના જોરે નીકળ્યા બજારમાં..

જામનગર કોંગ્રેસમા પેરાશુટ ઉમેદવારને ઉતારાવાની ચર્ચા વચ્ચે અસંતોષની આંધી..

Mysamachar.in-જામનગર:

લોકસભાની ચુંટણી ખુબ નજીક છે ત્યારે મુખ્યપક્ષોમા કાર્યકરો અને આગેવાનોમા પક્ષપલટાનો દૌર શરૂ થશે, અને કોઈને કોઈ બાબતને લઈને કાર્યકરોની નારાજગી પણ સામે આવતી રહેશે, ત્યારે જામનગર શહેર જીલ્લા કોંગ્રેસમાં અંદરખાને બહારના અને અચાનક જામનગર કોંગ્રેસના નામે કાર્યક્રમો કરી રહેલા એક કહેવાતા આગેવાન સામે નારાજગી નો સુર ઉઠી રહ્યો છે,

હજુ તો ચુંટણી પણ જાહેર નથી થઇ અને ઉમેદવારો પણ જાહેર નથી થયા પણ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોચ્યો હોવાનું સૂત્રોમાં થી જાણવા મળે છે,એક એવા આગેવાનની તાજેતરમાં જામનગરમા કોંગ્રેસમાં એન્ટ્રી થઇ છે,જે જામનગરના આગેવાનો અને કાર્યકરો થી સુપેરે પરિચિત પણ નથી,અને નથી જાણતા અહી ની નીતિરીતિઓ ને છતાં પણ જ્ઞાતિને મુદ્દો બનાવી અને તેવો પણ આગામી લોકસભાની ચુંટણી લડવા માટે માત્ર પૈસાના જોરે બજારમાં નીકળી પડ્યા છે,

ત્યારે વર્ષોથી પાયાના પત્થર માનવમાં આવતા પીઢ કાર્યકરો અને આગેવાનોમા આ કહેવાતા આગેવાન સામે નારાજગી નો સુર ઉઠ્યો છે,અને તેની સીધી જ અસરો ચુંટણી સમયે જ બતાવવા પણ કાર્યકરો અને નારાજ આગેવાનો મનોમંથન કરી રહ્યા છે,કોંગી આગેવાનો ભલે જામનગરમાં કારોબારી મીટીંગો મા એવા દાવાઓ કરતાં હોય કે પક્ષમા હવે પેહલા જેવું વાતાવરણ નથી,પણ આ રીતે બહારના જિલ્લામાં થી આવી ને અહી સીધા જ લોકસભાની ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારની ગતિવિધિ અંગે હાલતો કોઈ સામે આવવા તૈયાર નથી પણ ચુંટણી સમયે કેવો અને કેટલો ઉભરો આવે છે તે સ્પષ્ટ થઇ જશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.