આ ચૂંટણીના પરિણામો કાઇક નવા હશે તેવી ચર્ચાઓ..! કેમકે અખતરા ભારે પણ પડી શકે?

કે પ્રજાજનો પણ પક્ષની જેમ આશ્ચર્યકારક જનમત આપશે??

આ ચૂંટણીના પરિણામો કાઇક નવા હશે તેવી ચર્ચાઓ..! કેમકે અખતરા ભારે પણ પડી શકે?
file image

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનની ચુંટણીના પરિણામોમા આ વખતે કઇ નવા-જુની થાય તો નવાઇ નહી કેમકે એક તરફ ભાજપે ઉમેદવારો પસંદ કરવામાં જે અખતરાઓ કર્યા છે તે જો સમુસુતરૂ ઉતરે તો તો વાંધો નહી પરંતુ આ અખતરા ભારે પડે તેવા અણસાર વધુ છે બે દાયકાથી સતામા રહીને એક તરફ પુરી પ્રાથમીક સુવિધા ન મળ્યાનો પ્રજાનો રોષ ચુંટણી પછી કોઇ ફરકતુ નથી તેવો પ્રજા રોષ ઉપરથી સાવ નવા ચહેરાઓ કે જે દરેકને સિનિયરો અને અસંતુષ્ટો ચુંટણી જીતાડવા મદદ કરશે કે હારે તેવા ખેલ પાડશે જેથી મોવડી મંડળના નિર્ણયને લપડાક લાગે તેવુ અમુક બેઠકોમાં થશે?

કેમકે આ વખતે રીપીટ સાવ ઓછા થયા નવા બહુ જ લેવાયા જેમાથી મોટાભાગનાને ચુંટણી પ્રક્રિયા જ ખબર નથી માટે અમુકએ દાવેદારી ન હતી કરી અમુક એવા છે કે જેણે ક્યારેય પક્ષના કાર્યક્રમો મીટીંગો પણ એટેન્ડ નથી કરી કેટલાકને કોર્પોરેટરની ફરજો જવાબદારીઓ પણ ખબર નથી તો આ સંજોગોમા પ્રજા પણ સમજુ છે, તે કેવી રીતે મત આપશે તો પછી બે દાયકાથી સતા પર રહેલ ભાજપ આ વખતે માંડ માંડ બહુમતી મેળવશે કે પ્રજાજનો પણ પક્ષની જેમ આશ્ચર્યકારક  જનમત આપશે??

બીજી તરફ એવી ચર્ચા છે કે ભાજપમા વારંવાર ટીકીટ મેળવનારના બદલે બીજા કાર્યકર્તાઓ પણ આગળ આવે તેવો નિર્ણય કર્યાનુ કહેવાય છે, તો પછી પક્ષ માટે જ વર્ષોથી કામ કરતા હોય તેમ  જ પક્ષમા ઘડાય ગયા હોય જાણકાર હોય તેના બદલે સીધા નવા જ અજાણ્યા તેમજ ઘડાયેલા નથી તેમના ઉપર કળશ ઢોળી અખતરા કરી હાથે કરી બે દાયકાની શાસનની જમાવટ ડગમગી જાય તેવા પરિણામો તો ક્યાક નવા અખતરાથી નહી આવે ને?? તેવી ચિંતા ખુદ પાર્ટીમા પણ અમુક સેવે છે.

તો વળી અખતરા થયાથી નારાજ ભાજપના ઘણા માટે લાલજાજમ બીછાવનાર બીજી પાર્ટી ભાજપના ગઢમાય ફાવી જશે? કે ભાજપના અમુક સિનિયરો જાહેરમાં બોલશે કે કમળ જીતાડવાનુ અને બાકી નિષ્ક્રિય રહેશે?? વગેરે સવાલ સ્થિતિ જોઇ ઉઠ્યા હોય આ વખતે પરિણામ કઇક આચકા આપનાર તો નહી હોયને તેવી ચર્ચા થાય છે.