પોલીસની નોકરીમાંથી બરતરફ થઇ થયેલ દિગુભા ફરી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા

વલસાડના પારડી નજીકથી પોલીસે ઝડપી પાડ્યો

પોલીસની નોકરીમાંથી બરતરફ થઇ થયેલ દિગુભા ફરી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયા

Mysamachar.in-વલસાડ

અગાઉ જામનગર પોલીસમાં ફરજ બજાવતા અને જે બાદ નોકરીમાંથી બરતરફ થયેલ દિગુભા જાડેજા વધુ એક વખત દારૂના જથ્થા સાથે ઝડપાયા છે, વલસાડ જીલ્લાના પારડી નજીકથી એલસીબીએ બાતમી આધારે બગવાડા હાઈવે પર વોચ ગોઠવી સ્વીફ્ટ ડિઝાયર કાર નં GJ-10-BG-9108 આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ખેપિયાએ કાર પુરઝડપે હંકારી હતી પોલીસે પીછો કરતા ચાલકે પાતળિયા જવાના માર્ગ પર સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ હતી. કારમાંથી ભાગે તે પહેલા પોલીસે તેને ઝડપી લીધો હતો. કારમાં તપાસ કરતા અંદરથી 1.96800નો દારૂ મળી આવતા 5 લાખની કાર સાથે કબ્જે લઈ ચાલક દિગ્વિજયસિંહ બચુભા જાડેજા રહે ગોકુલધામ સોસાયટી કાલાવડ, જામનગરની ધરપકડ કરી હતી. પોલીસે વિશેસ તપાસ કરતા દિગુભા 10 વર્ષ પહેલાં જામનગર પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો અને બરતરફ થયો હતો. જો કે તે આ પૂર્વે પણ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ચુક્યો છે.