Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકામાં કેટલાક ચોક્કસ પ્રકારની આવડત ધરાવતા અધિકારીઓ કામ કરે છે, જે વહીવટીપાંખ સાથે પણ સારું સંકલન ધરાવે છે ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની પણ નજીક રહે છે, થોડા વર્ષો પૂર્વે જામનગર શહેરમાં LED લાઈટનો એક રૂપકડો પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો, અને તેની સફળતાના કહેવાતા એવોર્ડ પણ મનપાને મળ્યા હતા, પણ વાસ્તવિક સ્થિતિ મનપાની આસપાસ રહેનાર સૌ કોઈ જાણે છે, ચોક્કસ કેટલાકના ફાયદા માટે આ LED લાઈટનો પ્રોજેક્ટ કરોડોના ખર્ચે શરુ કરવામાં આવ્યો હતો અને તેનાથી મોટી એનર્જી સેવિંગ થશે મનપાને ફાયદો થશે તેવા ડાહી ડાહી વાતો પણ કરવામાં આવી હતી, પણ આજની તારીખે આ પ્રોજેકટ કેટલાક વિસ્તારોને બાદ કરતા શહેર માટે કેટલો સફળ તે સૌ જાણે છે. એવામાં એક ઓડીટ અહેવાલમાં પણ આ પ્રોજેક્ટની ઘોર ખોદી અને સત્યને ઉજાગર કરવામાં આવ્યું છે.અને એટલે જ જવાબદાર અધિકારીઓ જે તે સમયના કે હાલના આ અંગે વર્ષોથી પુરતી સ્પષ્ટતાઓ પણ નથી કરી શક્યા તેવું રેકોર્ડ પર નોંધાયેલું છે,
SJMMSVY જ અન્વયે શહેરની તમામ સ્ટ્રીટ લાઇટોને LED લાઇટ વડે બદલવાના પ્રોજેકટ અંતગર્ત ઓપરેશન અને મેઇન્ટેનન્સ કામના તેમજ આ અન્વયે એનર્જી સેવીંગ કામ અન્વયે વખતો વખત રજુ કરાયેલ રનીંગ બીલોમા જણાતી અનિયમિતતા અંગે અને ત્રુટીઓ સબંધે ઓડીટ મેમાથી લાઈટ શાખાનું ધ્યાન દોરવામાં આવેલ LED સ્ટ્રીટ લાઇટ પ્રોજેકટ અન્વયે ઓપરેશન અને મેઇન્ટેનન્સ એનર્જી સેવીંગ કામ સબંધે રજુ કરાયેલ રનીંગ બિલો સબંધે વખતો વખત મેમાઓથી શાખાનું ધ્યાન દોરવામાં આવેલ આ મેમાઓ અન્વે અહેવાલ સંદર્ભે હજુ પણ કેટલીય પૂર્તતાઓ લાઈટ શાખાએ કરવાની હોય જે કરવામાં ના આવી હોવાનું પણ જાણવા મળે છે.અને ખુબ જ ગંભીર અને કેટલાયની કથિત મિલીભગત સમા મુદ્દાઓ ઉજાગર થયા છે, અને આ મામલો શૌચાલય કૌભાંડની જેમ જ ઊંડી તપાસ માંગી લેતો પણ છે, તેવું જાણકારો કહે છે, કારણ કે જો મનપાને કોઈ ચોક્કસ ફાયદો ના થયો તો પછી નુકશાન શું થયું..અને શું ફાયદો તેના જવાબો પણ સામે આવ્યા નથી,
-ખરેખર માસ વાઈઝ કેટલા ટકા વીજ બચત થાય છે. જે નકકી કરી તે મુજબ તમામ બેઇઝના આધારો કન્સલ્ટન્ટ પાસેથી ફાઇનલ રીપોર્ટ મેળવી જ અન્વે ખાતાના સ્પષ્ટ ટેકનીકલ અભિપ્રાય સાથે રજુ કરવા
-હૈયાત સ્ટ્રીટ લાઇટને LED લાઇટમાં કર્ન્વજન કરવા અંગેની મુળ દરખાસ્તમાં કુલ 24279-LED લાઇટમાં કર્ન્વજન કરવા અંગેની હતી. ત્યારબાદ રજુ કરવામાં આવેલ પાર્ટીના રજુ કરાયેલ બીલમાં નોંધયા મુજબ કુલ 31950- જુદા જુદા વોલ્ટની LED લાઇટ શહેરમાં લગાવ્યા અંગેનો કન્સલ્ટન્ટ પી. ડબલ્યુ સી. નો રીપોર્ટ બીલ સાથે રજુ કરવામાં આવતા ખરેખર જુદા જુદા વોલ્ટની કેટલી LED લાઇટો જુદા જુદા વિસ્તારમાં નાખવામાં આવેલ જે અન્વયે ટેન્ડરની ખાસ શરતો તથા એગ્રીમેન્ટની શરતો અન્વયે કુલ 24279- મુળ સ્ટ્રીટ લાઇટના બદલે વધારાની કરવામાં આવેલ ઇન્સ્ટોલ સ્ટ્રીટ લાઇટ અન્વયે એનર્જી સેવિંગનો ખર્ચ આપવાનો રહે છે કે કેમ ? જે અંગે એન્જી. ના ટેકનીકલ અભિપ્રાય સાથે રજુ કરવા
-પાર્ટીને એનર્જી સેવીંગ તથા ઓપરેશન અન્વયે ખરેખર કેટલી રકમનું ચુકવણું કરવામાં આવેલ છે ? આ પ્રોજેકટ અમલમાં આવ્યા પહેલા સ્ટ્રીટ લાઇટ નિભાવણી અંગે કરતા વીજબીલ ખર્ચ નવિનીકરણ અન્વયે કેટલો મેઇન્ટેનન્સ ખર્ચ થતો હતો જે અંગેની વિગતો સાથે રજુ કરવા પર કરવામાં આવેલ. વિશેષમાં ચેરમેનના પત્ર તા 11-7-18 ના પત્ર એલ.ઈ.ડી. પ્રોજેકટ અન્વયે પુરક માહિતી આપવા અંગે જણાવેલ છે તા. 31-7-18 થી નીચેની વિગત હકીકતલક્ષી રીપોર્ટ આપવામાં આવેલ જેમાં
-ખરેખર જુદા જુદા સ્ટ્રીટ લાઈટ ધરાવતા નકશાઓના તેમજ સર્વે રીપોર્ટ ના આધારે સૌ પ્રથમ શાખાઓ તેમજ કન્સલ્ટન્સી પાર્ટી દ્વારા એરીયા મુજબ કુલ કેટલી LED લાઇટની જરૂરત રહે છે. તેની ગણતરી સાથેનું એસ્ટીમેટ પત્રક બનાવવું જોઇએ પરંતુ શાખા દ્વારા આવું કોઈ એસ્ટીમેંટ પત્રક બનાવ્યાનું જણાવયેલ નહીં.
-સ્ટે.કમિટીના ઠરાવ અન્વયે નકકી કર્યા મુજબ રોડની પહોળાઈને ધ્યાને લઇ પહોળાઈ 7.5 મીટર – 7.5 થી 12 મીટર તેમજ 12 થી 18 મીટર રોડની પહોળાઇને ધ્યાને લઇ તે મુજબ તે પ્રમાણેના વોલ્ટની લાઇટો લગાડવાની રહેતી હોય પરંતુ શાખા દ્વારા રોડના માપને ધ્યાને લઈ કેટલા વોટની લગાડવામાં આવેલ તેની આધારો સાથે કોઈ જ પુર્તતા કરવામાં આવેલ નથી.
-ખરેખર LED લાઇટ લગાવ્યા પહેલા કોર્પો.ને પી.જી.વી.સી.એલ. દ્વારા કેટલું બીલ આવેલ અને આ લાઇટ લગાવ્યા બાદ કોર્પો, ને કેટલું બીલ આવેલ જે અંગે પણ શાખાનું મેમાથી એનર્જી સેવિંગ સબંધે વારંવાર ધ્યાન દોરવામાં આવેલ છતા પી.જી.વી.સી.એલ.ના અગાઉના બિલો સાથે હાલના બિલો વેરીફાઈ કરી ખરેખર કોર્પો.ને કેટલો પાવર સેકિંગ થયેલ ? કેટલો નાણાકિય લાભ થયેલ જે અંગે વેરીફાઇ કરી અત્રે કોઈ જ આઘારો સહ પુર્તતા લાઈટ શાખા દ્વારા કરવામાં આવેલ નથી.
-ટેન્ડરમાં જણાવ્યા મુજબ ખરેખર પોલ નંબરીંગમાં ટોલ ફ્રી નંબર લખવાનું હોય, જે લખાયા વગર પાર્ટી દ્વારા અન્ય પાર્ટી પાસે કામ કરાવવામાં આવતા ટેન્ડરની શરતો મુજબ અન્ય પાર્ટી પાસે કરાવાયેલ કામ સબંધે પાર્ટીના 15માં રનીંગ બિલમાંથી રૂા. 1085500 /-ની કપાત કરાવી ટેન્ડરની શરત મુજબ કામ ન કરાવા અંગે જાણ કરવામાં આવેલ
-ખરેખર LED લાઇટો મે 2016 થી ફેબ્રુઆરી -2018 સુધી કુલ 29181 નાખવામાં આવેલ. જે અંગે પાર્ટીને ખરેખર રકમ જે ચુકવવાની થાય છે તે રકમ સાથે પાર્ટી પાસેથી કરવાની રહેતી રીકવરી પત્રક પણ પાર્ટી દ્વારા રજુ કરવામાં આવેલ નહિ. જે ગંભીર બાબતે પણ ઓડીટ વિભાગ દ્વારા ધ્યાન દોરવામાં આવેલ.
-એનર્જી સેવિંગ સબંઘે પી.જી.વી.સી.એલ. અથવા આઇ.ટી.આઇ. સંસ્થા પાસે પરામર્શ કરી એનર્જી સેવિંગ રીપોર્ટ સબંધ શાખાને જણાવેલ છતા શાખા દ્વારા રીપોર્ટ મેળવ્યા વગર જ ફકત વચગાળાનો જવાબ કરવામાં આવેલ લે આ તે વળી કેવું.?
-LED પ્રોજેકટ અન્વયે 15.29 કરોડના પ્રોજેકટના કેપીટલ ખર્ચ સબંધે પાર્ટી દ્વારા ખરેખર કેટલો કેપીટલ કરવામાં આવેલ તદ્દઉપરાંત સરકારના તા. 18-10-16 ના જી.આર. અન્વયે કેપીટલ ખર્ચ અને ઍન્યુટી સ્વરૂપમાં પ્રોજેકટો ખર્ચની રીકવરી અંગે પણ મ્યુ. કોર્પો.ના શ્રેષ્ઠ નાણાકીય હિતમાં નિર્ણય લેવડાવવા લાઈટ શાખાને લેખિતમાં જાણ કરવામાં આવેલ છતા લાઈટ શાખા દ્વારા આ અંગે કોઇજ પુર્તતા કરાવેલ નહિ. પાર્ટી દ્વારા અત્યાર સુધી કેટલું કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ કરાવામાં આવેલ જે અંગે પણ શાખા દ્વારા કોઈજ માહિતી આધારો સાથે રજુ કરાયેલ નથી આવા જ આ અંગેના કેટલાક ચોકાવનારા મુદ્દાઓ LED લાઈટ પ્રોજેક્ટ સંદર્ભમાં આવનાર દિવસોમાં વધુ માહિતી આવ્યેથી રજુ કરવમાં આવશે.