ધ્રોલ દિવ્યરાજસિંહ જાડેજા ફાયરીંગ અને હત્યા કેસ,મુખ્ય સુત્રધાર સહીત 2 ઝડપાયા

હજુ એક આરોપી આ કેસમાં છે ફરાર

ધ્રોલ દિવ્યરાજસિંહ જાડેજા ફાયરીંગ અને હત્યા કેસ,મુખ્ય સુત્રધાર સહીત 2 ઝડપાયા
file image

Mysamachar.in-જામનગર

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક છ માસ પૂર્વે દિનદહાડે ફાયરીંગ કરી યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો, જે ગુન્હામાં મુખ્ય સુત્રધાર સહીત બે શખ્સોને ઝડપી પાડવમાં આવ્યા છે, જયારે આ ગુન્હામાં હજુ પણ એક શખ્સ ફરાર છે. ઘટના કઈક એવી છે કે ગત તારીખ તા.06/03/2020 ના બપોરના સમયે ધ્રોલ ત્રીકોણબાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા રહે.ધ્રોલ ગાયત્રીનગર વાળા સાથે દિવ્યરાજસિંહ પજેરો ગાડીમાં બેસવા જતા તે દરમ્યાન સ્વીફટ કાર નં.જીજે.03.જેઆર.8218 માં આવેલ અનિરૂધ્ધસિંહ સોઢા તથા મુસ્તાક પઠાણ તથા બે અજાણ્યા ઇસમોએ આવી દિવ્યરાજસિંહ ઉપર ફાયરીંગ કરી ઇજા કરી ખુન કરી નાશી ગયેલ આ બનાવ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢાને પડધરી ટોલનાકે વાહન પસાર કરવા બાબતે અગાઉ તકરાર થયેલ હોય.જે બનાવ અનુસંધાને આરોપીઓએ કાવત્રુ રચી ગુન્હાને અંજામ આપેલ હતો.

આ ગુન્હામાં આરોપીઓ અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીતભાઇ વીરપાલસિંગ ઠાકુર અખીલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર ને અટક કરવામાં આવેલ હતા.અને તપાસ દરમ્યાન તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ.અને આ ગુન્હાનો મુખ્ય સુત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા તેમના સાગરીત નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રહે.બન્ને હાડાટોડા તા.ધ્રોલ જી.જામનગર ફરાર હતા. આ ગુન્હાનો મુખ્ય સુત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા તેમના સાગરીત નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા રહે.બન્ને હાડાટોડા તા.ધ્રોલ જી.જામનગર વાળા ફરાર હોય જેથી તેમના વિરૂધ્ધ નામદાર કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ 70 નુ ધરપકડ વોરંટ મેળવવામાં આવેલ તેમજ લુકઆઉટ નોટીસ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી

આ ગુન્હાના મુખ્ય સુત્રધાર ને પકડી પાડવા માટે રાજકોટ વિભાગના રેન્જ ડી.આઇ.જી. સંદિપસિંહના માર્ગદર્શન તથા પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાલી ને સુચના કરી સાયબર સેલના પો.ઇન્સ. આર.એ.ડોડીયા તથા જામનગર એલ.સી.બી. પો.ઇન્સ. એમ.જે.જલુ તથા આર.આર.સેલ ના નાસતા ફરતા સ્કોડના પો.સ.ઇ ડેલા તથા તથા પો.સ.ઇ કે.કે.ગોહીલ તથા આર.બી.ગોજીયા ની અલગ અલગ પાંચ ટીમો ને કાર્યરત કરવામાં આવેલ હતી.

બન્ને ફરાર મુખ્ય આરોપીઓને ટ્રેસ કરવા માટે હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ સાયન્ટીફીક ઇન્ટેલીજન્સ દ્વારા સતત મોનીટરીંગ કરી પાંચેય ટીમો મારફતે ટ્રેસ કરવાની કામગીરી કરેલ જામનગર રાજકોટ થઇ ચોટીલા પાસે આવતા ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા બન્ને ચોટીલાથી જસદણ જવા પેરવી કરી રહેલ હોવાની હકિકત હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ સાયન્ટીફીક ઇન્ટેલીજન્સ નો ઉપયોગ કરી આરોપીઓને ટ્રેસ કરી બન્ને ફરાર આરોપીઓ ચોટીલા થી જશદણ જતા રોડ ઉપર હરીમાધવ કીરાણા સ્ટોરની બાજુમાં ઉભેલ છે અને જસદણ તરફ નાશી જવાની પેરવી કરી રહેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે બન્ને આરોપીઓને ‘‘ઝીરો-ઇન’’ પાંચેય ટીમોથી સદરહુ જગ્યા કોર્ડન કરી બન્ને ફરાર નીચે મુજબના આરોપીઓ ને પકડી લેવામાં આવેલ છે.

આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા પડધરી ટોલનાકાનો સીકયુરીટી કોન્ટ્રાકટ હોય આજથી એકાદ વર્ષ પહેલા મરણ જનાર દિવ્યરાજસિંહ જાડેજા એ અનિરૂધ્ધસિંહ સોઢા ને પડધરી ટોલનાકે તેમના ગૃપ ના વાહનોને ટોલ ન ઉધરાવવા બાબતે બોલાચાલી તકરાર થયેલ ત્યાર થી અદાવત ચાલુ હતી. તેમજ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી ઓમદેવસિહ જાડેજાને જમીનના પ્લોટ ના પચાસ લાખની લેતીદેતીનો વાદ વિવાદ ચાલતો હોય જે કારણે દિવ્યરાજસિંહ નુ ખુન કરેલ નો બનાવ બનેલ છે. હજુ પણ આ ઘટનામાં રોહીતસિંહ ઉર્ફે સોનુસીંગ રામપ્રસાદસીંગ ઠાકુર રહે.ઉતરપ્રદેશ (ફાયરીંગ કરનાર) ફરાર છે જેને ઝડપી પાડવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ કામગીરી આર.આર.સેલ સાયબર સેલના પો.ઇન્સ. આર.એ.ડોડીયા એલ.સી.બી.ના પો.ઇન્સ. એમ.જે.જલુ, પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સબ.ઇન્સ આર.બી.ગોજીયા તથા આર.આર.સેલ ના નાસતા ફરતા સ્કોડ ના પો.સ.ઇ. ડેલા તથા એલ.સી.બી. સ્ટાફ ભગીરથસિંહ સરવૈયા, વનરાજભાઇ મકવાણા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, સુરેશભાઇ માલકીયા,ભરતભાઇ પટેલ, હિરેનભાઇ વરણવા તથા એ.બી.જાડેજા તથા આર.આર.સેલ ના સાયબર સેલનો સ્ટાફ તથા નાસતા ફરતા સ્કોડ નો સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.