જોડીયાના કુન્નડ ગામે હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું 

માગશર માસના શનિવારે મોટી સંખ્યામાં આવે છે ભાવિકો 

જોડીયાના કુન્નડ ગામે હનુમાનજી મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું 
તસ્વીર:શરદ રાવલ હડીયાણા

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના કુન્નડ  પૌરાણિક એવું શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે. આ જગ્યાએ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો પૈકીની એક છે. આમ તો દરેક શનિવાર અને મંગળવાર સહિતના દિવસોમાં અહી ભાવિકો દર્શન કરવા માટે આવતા હોય છે.પરંતુ દર વર્ષે માગશર મહિનાના દર શનિવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. અને દૂર-દૂરથી શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ સંખ્યામાં હનુમાનજીના ભક્તો કોઇ પોતાની માનતા પૂર્ણ કરવા માટે પદયાત્રા કરીને આવે છે.અને જાણે આ જગ્યાએ મેળા જેવો માહોલ જોવા મળે છે. અને કુંડલીયા હનુમાનજી મહારાજની દર્શનનો લાભ મેળવવા અહી લાંબી કતારો લાગે છે. અને ભાવિકો દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે પણ માગશર માસ અને શનિવાર હોય વહેલી સવારથી ભાવિકોની ભીડ આ હનુમાનજી મંદિર ખાતે જોવા મળી હતી.