વોર્ડ નંબર 3 માં નવા ભળેલા વિસ્તારોમા વિકાસની રફતાર..સી.સી.રોડ-બ્લોક-ભુગર્ભ ગટરની સુવિધા ભાજપના રાજમા મળી

ભાજપના ઉમેદવારોનો જાજરમાન જામનગર બનાવવા વણથંભી વિકાસયાત્રાનો કોલ

વોર્ડ નંબર 3 માં નવા ભળેલા વિસ્તારોમા વિકાસની રફતાર..સી.સી.રોડ-બ્લોક-ભુગર્ભ ગટરની સુવિધા ભાજપના રાજમા મળી
file image

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનની ચુંટણીમાં વોર્ડ નંબર 3 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિકાસ નો સંકલ્પ કર્યો છે છેલ્લા પાંચ વર્ષમા વોર્ડ નંબર 3 મા ભળેલા વિસ્તારોમા પણ રેગ્યુલર વિકાસ કામો થયા લોકોની સુવિધા થઇ માટે મતદારોએ નક્કી જ કર્યુ છે કે સુભાષ જોશી તેમજ અલ્કાબા જાડેજા તથા પન્નાબેન અને પરાગભાઇ આ ચારની ભાજપની પેનલને જ જંગી બહુમતી અપાવવી છે,

આ અંગે ઉમેદવારોએ જણાવ્યુ હતુ કે નવા ભળેલ વોર્ડ 3 ના વિસ્તાર માટે પણ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા વિકાસનો કોલ આપ્યો છે અને વિકાસ કરવામાં આગળ છે. કેમકે “જ્યાં માનવી ત્યાં સુવિધા” ના મંત્ર સાથે સંતોષકારક વિકાસ એ જ ભાજપની અને તેના કોર્પોરેટરોની નેમ છે, વોર્ડ નંબર ત્રણમાં સમાવિષ્ટ વિસ્તારોનો ગત પાંચ વર્ષની ટર્મમાં વોર્ડનો સર્વાંગી વિકાસ કરવામાં ગતટર્મની પેનલ સફળ રહી છે, અને આગામી પાંચ વર્ષમાં પણ જો કોઈ ખૂટતા કામો હશે તો તે કરવાની ભાજપની નવી પેનલે નેમ લીધી છે જેથી નાગરીકોની સુવિધા વધે..

આ નવા ભળેલ તમામ વિસ્તારો જેવા કે, હાટકેશ સોસાયટી, જયંત સોસાયટી, પંકજ સોસાયટી, વિજયનગર, દ્વારકેશ, પટેલવાડી, માતુ આશિષ, નાલંદા, શ્રીનાથજી, સંદીપ સોસાયટી જેવી સોસાયટીના આંતરીક રસ્તાઓ સી.સી. રોડ તથા સી.સી. બ્લોકથી સુસજ્જ કર્યા છે. એલ.ઇ.ડી. લાઇટો અને ડી.આઇ. પાઇપ લાઇન દ્વારા પાણીની વ્યવસ્થા તેમજ ભૂગર્ભ ગટરના નવા કનેકશનો આપી ગંદા પાણીનો નિકાલ કરી સ્વચ્છ ભારત મિશનને આગળ વધાયું છે. હિંમતનગરનો મેઇન રોડ પહોળો કરી ટ્રાફીક સમસ્યા ઓછી કરી છે. ડોર ટુ ડોર ગાર્બજ કલેકશન તથા ડસ્ટબીન આપી સ્વચ્છતા માટે ગ્રાંટનો સદઉપયોગ કર્યો છે.

તેમજ 78 ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમની ગ્રાંટમાંથી વિકાસના કામોને ગતી મળેલ છે જેને કારણે કોઈ વોર્ડનો કોઈ એક વિસ્તાર નહિ પરંતુ વોર્ડના તમામ વિસ્તારોમાં થયેલ વિકાસના કામો ઉડીને આંખે વળગે છે, અને લોકો પણ એવું કહેતા સાંભળવા મળે છેકે અમારા વોર્ડમાં હવે કાઈ ઘટતું નથી

માટે અમારે સુભાષ જોશી જેઓ ગત વખતે આ વિસ્તારના કોર્પોરેટર હતા અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હતા તેમણે નગરના અગણીત વિકાસ કામો મંજુર કરેલા સાથે સાથે આ વોર્ડ નંબર 3 મા પણ અનેક સુવિધાઓ કરાવી અને લોકોની સમશ્યાના નિકાલ કરાવ્યા માટે તેમની લોકપ્રિયતા છે તે પ્રચાર દરમ્યાન જોવા મળતી હતીતથાગત વખતના કોર્પોરેટર અલ્કાબા જાડેજા એ સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોની વાચા આપી છે માટે જ પ્રચારમા તેમને લોકોએ ઉમળકાથી આવકાર આપ્યો તેમના પતિ વિક્રમસિંહ જાડેજા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમા રહી લોકસેવા કરે છે આમ આ દંપતિનુ આ વોર્ડ નંબર 3મા અનેરૂ મહત્વ છે.

તેમજ પન્નાબેન રાજેન્દ્રભાઇ કટારીયા( મારફતીયા) જેઓ પાયાના કાર્યકરની જેમ લોકસંપર્કમા માહિર છે લોકોની પડખે અડીખમ થઇ ને રહે છે પન્નાબેન ના મારફતીયા પરિવારનુ પણ એક મુઠી ઉચેરૂ સન્માન છે માટે લોકોએ પ્રચાર વખતે તેમને સારો પ્રતિસાદ આપ્યો છેઅને આ 3 નંબરના વોર્ડના ભાજપની આ પેનલના ઉમેદવાર પરાગભાઇ પટેલ યુવાન છે ઉત્સાહી છે અને લોકપ્રિયતામા અગ્રેસર છે અને આ વિસ્તારોમા તેઓ લોકોના સંપર્કમા રહી અવિરત નાના મોટા કામ સહાય મદદ વગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ લોકો માટે કરતા જ આવ્યા છે એવા આ ચારેય ઉમેદવારને જ જીતાડવા છે.આં વિસ્તારમાં ચોતરફ ભગવો લહેરાઈ જશે જયારે પંજાને ભારે પછડાટ ખાવાનો વારો આવશે તેમ લાગે છે.