Mysamachar.in-જામનગર:
આમ તો ભાજપના રાજમાં વિકાસની બહુ વાતો થાય છે, પણ વિકાસ કોનો થાય છે અને વિકાસના કામોમાં કેવી આડેધડ વેઠ ઉતારવામાં આવે છે તેનું વધુ એક ઉદાહરણ જામનગરના બેડી બંદર પર સામે આવ્યું છે, આ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર હુશેના અનવર સંઘાર દ્વારા મુખ્યમંત્રીને સંબોધી અને રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા પાંચ થી છ મહિનાની અંદર ઘણા વિકાસના કામો કરવામાં આવેલ છે જેમાં જેટીનું સમારકામ એટલે કે જુની જેટીને નવી જ બનાવવામાં આવેલ છે. પ્લેટફોર્મ ઉપર પેવર બ્લોક નાખવામાં આવેલ છે તેમજ અન્ય સુવિધાજનક વિકાસના કામો કરવામાં આવેલ છે પરંતુ બંદર ઉપર રૂબરૂ મુલાકાત લેતાં આ વિકાસના કામોમાં થયેલી કથિત ગેરરીતી જોવા મળેલ છે. બેડી બંદર ઉપર ફિટ કરવામાં આવેલ પેવર બ્લોકનો ઓવરલોડ વાહનોને કારણે ભુકકો બોલી ગયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે, તેમજ મોટા ભાગના પેવર બ્લોક ઉખડી ગયેલ છે જેને જોતાં આ સંપુર્ણ કામગીરી ખુબ જ નબળી થયેલ છે,
વધુમાં જે જેટીનું કામ કરવામાં આવ્યું છે તેમાં આટલા ટુંકા ગાળામાં ઘણી જગ્યાએ ભંગતુંટ થયેલ છે. આ જ રીતે અન્ય વિકાસના કામોની પણ આવી જ હાલત જોવા મળી રહી છે. આમ રાજયના વિકાસ અને જનતાની સુવિધા માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેનો આ રીતે વેડફાટ થઈ રહ્યો છે. પરંતુ જે તે વિભાગના લગત અધિકારીઓ, ઈજનેરી અને અન્ય સ્ટાફના ભ્રષ્ટાચારથી આ પ્રકારના નબળા કામો થઈ રહ્યાં છે. આ બાબતે જેટલા જવાબદાર જે તે કોન્ટ્રાકટર છે તેનાથી વધારે જવાબદાર જે તે વિભાગના અધિકારીઓ, ઈજનેરો અને અન્ય સ્ટાફ છે કારણ કે આ પ્રકારનું નવું કામ તેમની મીલીભગત વિના ન થાય જે તે કોન્ટ્રાકટર પોતાના કામમાં ગેરરીતી કરે તેની સામે સખત પગલા ભરવામાં આવે તે ખુબ જ જરૂરી છે,
પરંતુ તેનાથી વધારે સખત પગલા અને કાર્યવાહી જેતે વિજભાગના લગત અધિકારીઓ, ઈજનેરો અને અન્ય સ્ટાફ સામે લેવા કઈએ કેમ કે તેમની મદદગારી વિના આ શકય નથી. બેડીબંદર ઉપર લોર્ડીંગ-અનલોડીંગ અંગેની કામગીરી સતત ચાલતી હોય છે તેવી પરીસ્થિતિમાં પેવર બ્લોક ફીટ કરવાની જગ્યાએ આર.સી.સી. કરી પ્લેટફોર્મ બનાવવું જરૂરી છે. આ ઉપરાંત જે પેવર બ્લોક ફીટ કરવામાં આવેલ છે તે પણ નબળી ગુણવતાના છે અને આમ સંપુર્ણ કામગીરી જોતાં ખુબ જ નબળું કામ થયેલ છે.