Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કરાર પાડો વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા સદામ હુશેન હાસમ ઈબ્રાહીમ ગાદ નામના શખ્સે સલાયાના રહીશ એવા મામદ હાસમ ભાયા નામના એક આસામી પાસેથી જી.જે. 37 એમ.એમ. 1419 નંબરનું રજીસ્ટ્રેશન ધરાવતી ગરીબી નામની નાની ફાયબર બોટ થોડા સમય પૂર્વે ખરીદી હતી.આ શખ્સે આ રજીસ્ટ્રેશન નંબરની નાની ફાઇબર બોટના બદલે નવેસરથી મોટી બનાવી અને આ જ નામ તથા નંબરનો ઉપયોગ કરી, તેની નવી બોટમાં ગરીબી જી.જે. 37 એમ.એમ. 1419 ના રજીસ્ટ્રેશન કાગળનો દુરુપયોગ કરીને ફીસરીઝ ગાર્ડ પાસે તેની નોંધ કરાવી હતી.
આમ, ખોટી માહિતી આપીને ખોટા નામની બોટને ખરા તરીકે ઉપયોગ કરી, ઉપરોક્ત શખ્સ દ્વારા છેલ્લા આશરે દસેક માસથી માછીમારી કરવામાં આવતી હોવાનું દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના ધ્યાને આવ્યું હતું.જે બાદ એસ.ઓ.જી.એ ફરિયાદી બની, સદ્દામ હુસેન હાસમ ગાદ સામે આઈ.પી.સી. કલમ 465, 468, 471, 120 (બી) મુજબ તેની અટકાયત કરી હતી.