દેવભૂમિ દ્વારકા:વધુ એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

માછીમારી મંડળીએ સરકારી જમીન પર કબજો કરી લીધો..

દેવભૂમિ દ્વારકા:વધુ એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ગુજરાત સરકાર જમીનનો પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો અમલી બનાવ્યા બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાણવડમાં સરકારી બાલમંદિરવાળી જગ્યા પચાવી પાડવા અંગે બે મહિલાઓ સહિતના સખ્સો સામે નોંધાયેલ લેન્ડ ગ્રેબિંગ કાયદાની ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ સામે આવી છે, જેમાં ઓખા બંદરે ગેરકાયદે સરકારી જમીન પચાવી પાડી જેટી ઉભી કરનાર માંછીમાર સંસ્થાના પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુન્હો દાખલ થયો છે,

ઓખા રેવન્યુ સર્વે નંબર 22 મોજેની ઓખા પોર્ટના પુર્વ ભાગમા દરીયા કીનારે આવેલ સરકારી માલિકીની જગ્યા પર શ્રી સાગર માછીમાર મંડળી લીએ કબજો જમાવી લીધો હોય આ સંસ્થાના પ્રમુખ ઈસા ઇસાક સંઘારએ દસ વર્ષ પૃવે પુર્વ ભાગમા દરીયાકાંઠાની સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી, બાંધકામ કરી જેટી બનાવી ગેરકાયદેસર રીતે સરકારી જમીન પચાવી પાડી હતી. જેને લઈને તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહીઓ પણ કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદે જમીન પર કબજો થયો હોવાનું સામે આવતા ગઈ કાલે દ્વારકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે સંસ્થા શ્રી સાગર માછીમાર મંડળી લી ઓખાના પ્રમુખ ઇસા ઇસાક સંઘાર સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020 અંતર્ગત જુદી જુદી કલમો હેઠળ ઓખા મરીન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરતા DYSP કક્ષાના અધિકારીએ આગળની તપાસ સંભાળી છે.