Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
તાજેતરમાં જ જામનગરમાં દરેડમાં સરકારી જમીનો પર કબજો કરનાર 64 શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડો નો દૌર જારી રાખવામાં આવ્યો છે, ત્યાં જ પાડોશી એવા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પ્રથમ ગુન્હો જીલ્લાના ભાણવડ પોલીસ મથકમાં નોંધાયો છે, આ ગુન્હાની પોલીસમાં નોંધાયેલ વિગતો પર નજર કરવામાં આવે તો…
ભાણવડમાં આવેલ વારીયા બાલમંદીર ટ્રસ્ટની મુદતનો સમય પુર્ણ થયા બાદ નોટીશની કાર્યવાહી કરવામાં આવેલ છતાં પણ ટ્રસ્ટની જમીન નહી સોપતા આરતીબેન દીપકભાઇ પંડીત રહે ભાણવડ કૃપાબેન રસીકલાલ ઠાકર રહે ભાણવડએ આશાદીપ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હોય અને તેઓએ ભાણવડ વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીન સહયોગ હેતુ પુર્તી કરાર આધારીત શૈક્ષણીંક હેતુસર રાખેલ હોય જેઓએ શરતો મુજબના સમય દરમ્યાન મેન્ટનેસ ચાર્જ નહી આપી તેમજ શૈક્ષણીક હેતુ સીવાય અન્ય ગેરકાયદેસર પ્રવૃતી કરી તેમજ તા.31/05/2020 ના રોજ કરાર પુર્ણ થઇ ગયેલ હોવા છતા ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના ઇરાદાથી આરતીબેન દીપકભાઇ પંડીત કૃપાબેન રસીકલાલ ઠાકરએ સાજણભાઇ ગઢવી રહે મોવાણ ગામ તા.ખંભાળીયા, રામાભાઇ ગઢવી રહે ભોગાત ગામ તા.કલ્યાણપુર, નીલેશભાઇ રહે અમદાવાદ શહેર સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી વારીયા બાલમંદીરના ટ્રસ્ટીઓને અલગ-અલગ સમયે ફોન ઉપર તેમજ રૂબરૂ ગર્ભીત ધમકીઓ આપી મેન્ટેનેશ ચાર્જના તથા મ્યુનીસીપાલીટી કરના રૂપીયા મળી કુલ 16,51,982/- ની લેણી નીકળતી રકમ ના ચૂકવી અને છેતરપીંડી વિશ્વાસધાત કરી આજદીન સુધી વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીનનો કબ્જો ખાલી નહી કરેલ હોય આ સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેકટર દેવભૂમિ દ્વારકા સમક્ષ આ અંગે અરજી થયેલ જે અનુસંધાને તપાસ દરમયાન ગુન્હો બનતો હોવાનુ પ્રથમ દર્શનીય રીતે ફલીત થતા આ અંગે નો ગુન્હો ભાણવડ પોલીસ મથકમાં નોંધાયો છે.