દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારીમંત્રી જવાહરચાવડાના અધ્યક્ષ સ્થાને મળી

સાંસદ પુનમબેન માડમની જામનગર ખાતેથી વિડીયો કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારીમંત્રી જવાહરચાવડાના અધ્યક્ષ સ્થાને મળી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્‍લા આયોજનમંડળની સને-2020-21ની બેઠક જવાહરભાઇ ચાવડા  પ્રભારી મંત્રી દેવભૂમિ દ્વારકાના અધ્‍યક્ષ સ્‍થાને વિડીયો કોન્‍ફરન્‍સ મારફતે જિલ્‍લા સેવાસદન, વિડીયો કોન્‍ફરન્‍સ હોલ ખાતે મળી હતી. આ બેઠકમાં વર્ષ 2018-19 અને 2019-20ની વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવેકાધિન, પ્રોત્‍સાહક, ધારાસભ્‍ય ગ્રાન્‍ટ તથા વિકાસશીલ તાલુકાની જોગવાઇઓ હેઠળના કામોની ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્‍લા આયોજન મંડળ દેવભૂમિ દ્વારકાની ગત બેઠક તા.1-3-2019ની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા રજુ કરવામાં આવી હતી.

સને 2020-21ની વિકેન્‍દ્રિત જિલ્‍લા આયોજન કાર્યક્રમ હેઠળ 15 ટકા વિવેકાધિન સામાન્‍ય જોગવાઇ (તાલુકા કક્ષા) 15 ટકાવિવેકાધિન અંગભુત જોગવાઇ (તાલુકા કક્ષા) 5 ટકા પ્રોત્‍સાહક જોગવાઇ (તાલુકા કક્ષા)તથા વિવેકાધિન નગરપાલિકાના નવિનકામોના આયોજના આયોજન બાબતે ચર્ચા સમીક્ષા કરવામાંઆવી હતી. તેમજ સંસદસભ્‍ય સ્‍થાનિક વિસ્‍તાર વિકાસ યોજનાના કામોના પ્રગતિ હેઠળના કામો, તથા બાકી રહેતા કામોની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા પ્રભારી મંત્રી જવાહર ચાવડાએ જિલ્‍લા આયોજન મંડળ હેઠળ હાથ ધરાતા કામો સમયબધ્‍ધ રીતે, ગુણવત્તાયુકત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા અધિકારીઓ અને પદાધિકારીઓને અનુરોધકર્યો હતો. આ બેઠકમાં જામનગર જિલ્‍લા કલેકટર કચેરીએથી વિડીયો કોન્‍ફરન્‍સથી ભાગ લઇ સાંસદ પુનમબેન માડમે બાકી કામોની સમીક્ષા કરી હતી. વર્ષ 2020-21 સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની ખાસ પ્‍લાન યોજનાના કામોનીમળેલ દરખાસ્‍ત મુજબ દરેક તાલુકાને મળવાપાત્ર ગ્રાન્‍ટ પૈકી ખંભાળીયા તાલુકાના નવીફોટ અને ભાણખોખરી ગામો, કલ્‍યાણપુરનું ભાટીયા, ઓખા મંડળનું કોરાડા અને ટુંપણીના કામોના આયોજન અંગે જરૂરી ચર્ચાઓ કરી હતી.

કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ દેવભુમિ દ્વારકા જિલ્‍લામાં આયોજન હેઠળના કામોની વહીવટી મંજુરી મળી હોય અને સમયમર્યાદામાં કામો પુર્ણ થયા નથી તેની યાદી બનાવી યોગ્‍ય કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓનેજરૂરી સુચનો કર્યા હતા. જીલ્‍લા આયોજન અધિકારી ભટૃએ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાંઆયોજન મંડળ હેઠળ વર્ષ 2020-21 માં હાથ ધરાનાર કામોની વિસ્‍તૃત વિગતો આપી હતી. કલેકટર કચેરીના વિડીયો કોન્‍ફરન્‍સ રૂમમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, નગરપાલિકા પ્રમુખ શ્‍વેતાબેન શુકલ, જિલ્‍લા વિકાસ અધિકારી જાડેજા, ચીફ ઓફીસરઓ તથા સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.