My samachar.in:જામનગર
વિધાનસભામાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં તા 31/12/2021ની સ્થિતિને છેલ્લા બે વર્ષમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં જિલ્લાવાર ક્યા રસ્તાઓ નવા બનાવવા અને ક્યા રસ્તાઓની સમારકામ કરવાની મંજૂરી આપવામાં આવી ? અને જિલ્લાવાર ક્યા રસ્તાનું કામ પૂર્ણ થયેલ છે ? અને ક્યા રસ્તાનું કામ પ્રગતિમાં છે, તે કયાં સુધી પૂર્ણ કરવામાં આવનાર છે અને ક્યા રસ્તાનું કામ ક્યા કારણોસર શરૂ કરવાનું બાકી છે ? તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો
જેના પ્રત્યુતરમાં માર્ગ અને મકાન મંત્રી દ્વારા વિધાનસભામાં જણાવવામાં આવેલ હતુ કે- દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2020 અને 2021માં નવા રસ્તાની સંખ્યા 37 છે. અને રીસરફેસીંગના રસ્તાની સંખ્યા 75 છે, જયારે જામનગર જિલ્લામાં વર્ષ 2020 અને 2021માં નવા રસ્તાની સંખ્યા 55 છે અને રીસરફેસીંગના રસ્તાની સંખ્યા 96 છે.દેવભૂમિ દ્વારકાના 17 કામો અને જામનગર જિલ્લાના 26 રસ્તાઓના કામ પૂર્ણ થયેલ છે. દેવભૂમિ દ્વારકાના 53 કામો પ્રગતિ હેઠળ છે અને જામનગર જિલ્લાના 79 કામો પ્રગતિ હેઠળ છે જે કામો તા. 11/10/2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 42 અને જામનગર જિલ્લાના 46 રસ્તાઓના કામ શરૂ કરવાના બાકી છે