Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
આપને ત્યાં કહેવાય છે કે ઘર આંગણે આવતો મહેમાન ભગવાન બરોબર છે, પણ આવા ઘરઆંગણે આવનાર મહેમાનોમાંના અમુકની નીતિ ખોટી હોય તો કેવું થાય તેનું એક ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકામાં જ સામે આવ્યું છે, પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પ્રમાણે પોશીત્રા ડાભણી ટેકરી વાડી વિસ્તારમાં વસવાટ કરતા ફરિયાદી મરિયમબેન ચાવડાએ પોતાના ઘરમાં સ્ટીલના ડબ્બામાં એક સોનાનો કાપ તથા પગના પહેરવાના ચાંદીના શાદરા જોડી એક તથા આશરે રોકડ 80,000 રાખી ડબ્બા ઉપર તાળુ મારેલ હોય સુમાર નુરમામદ સંઘાર રહે-ખંભાળિયા વાળો ફરિયાદી મરિયમબહેનના ઘરે અવાર-નવાર મહેમાન થઈ આવતો હોય અને ઘરે રોકાતો હોય તે દરમ્યાન તાજેતરમાં જ મરિયમબેન તથા તેમના ઘરના સભ્યોની નજર ચુકવી સ્ટીલના ડબ્બાનું તાળુ ખોલી તેની અંદર રાખેલ સોનાનો કાપ એક કી.રૂ.20,000 તથા ચાંદીના શાદરા જોડી એક કી.રૂ.3000 તથા રોકડા રૂ.80,000/- એમ કુલ રૂ.1,03,000/- ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાઈ છે.