ઓખા ડબલ મર્ડર કેસ,આરતીના રંગીન મિજાજએ જ તેનો ભોગ લીધો

બોથડ પદાર્થોના ઘા ઝીંકી અપાયો અંજામ...

ઓખા ડબલ મર્ડર કેસ,આરતીના રંગીન મિજાજએ જ તેનો ભોગ લીધો

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આડા સબંધોનો વધુ એક કરુણ અંજામ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામાં સામે આવ્યો છે,આધેડ સાથે આડા સબંધો મા રચેલી યુવતીનું તેના જ ઘરમાં બોથડ પદાર્થોના ઘા ઝીંકી અને ઢીમ ઢાળી દેવાતા આડા સબંધોનો અંત હત્યા મા પરિવર્તિત થયાનું વધુ એક વખત પોલીસ ચોપડે નોંધાયું છે,

બનાવની પોલીસમાં થી પ્રાપ્ત થતી  સીલસીલાબંધ વિગતો  મુજબ ઓખાના જુના જકાતનાકા પાસે રહેતી હિન્દુ વાઘેર મહિલા આરતી બબાભા માણેક ઉ.વ.35 ના આજથી 12 વર્ષ પહેલા દ્વારકાના હિન્દુ વાઘેર યુવાન સાથે લગ્ન થયા હતા અને લગ્નજીવન દરમિયાન  બે સંતાનોની ની પ્રાપ્તિ પણ થઇ હતી,

પરંતુ રંગીન મિજાજી આરતી માણેકના ચરિત્ર્યની શંકાના આધારે પતિએ છુટાછેડા આપી દીધા હતા અને તેણીના પતિએ બન્ને પુત્રો પોતાની પાસે રાખી લઈને આરતી તરછોડી દીધા  બાદ આરતી ઓખાના જુના જકાતનાકા પાસે એકલી રહીને દારૂનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતી હોય,અગાઉ પણ દારૂના ધંધાના કારણે આરતી પોલીસના હાથ હાથે ઝડપાઈ હતી ,

આરતી દ્વારકાના અનવર મોદી સાથે પરિચય થતા પ્રેમ સંબંધ બંધાયો હતો,અને બંને પતિ પત્ની તરીકે 4 વર્ષ સુધી રહ્યા બાદ સંબંધ તોડી નાખ્યો હતો અને આરતીએ તેનાથી મોટી ઉંમરના એવા ઓખાના જ સુલેમાન બીલાલ સિદી ઉર્ફ ડાડા સાથે નવો સંબંધ બાંધીને તેની સાથે પત્ની તરીકેનો વ્યવહાર રાખીને જીવન પસાર કરતી હતી 

દરમ્યાન ગત બુધવારે મોડીરાત્રીના ૧૧ વાગ્યાના સુમારે આરતી માણેક અને સુલેમાન ડાડો ઘરે એકલા હોય અતિ ક્રુર રીતે આ બંનેની હત્યા નિપજાવવામાં આવી હતી જેની બીજા દિવસે ગુરુવારે ખબર પડતા ઘટના સ્થળે પોલીસ દોડી જઈને લાશનો કબ્જો સંભાળીને હત્યાનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે,

બેવડી હત્યાના આ ચકચારી બનાવમાં પોલીસ આડા સંબંધના કારણે થઈ હોવાનું અનુમાન લગાડીને હાલ આરતીના અગાઉ જેની સાથે આડા સંબંધ હતા તેને ઉપાડી લઈને પૂછપરછ હાથ ધરી રહી છે,આમ એક પુરુષ સાથે મન ભરાય ગયા બાદ બીજા પુરુષ સાથે સંબંધ બાંધવાની ટેવ ધરાવતી આરતી માણેક સાથે સુલેમાન ડાડાનો પણ ભોગ લેવાયો હોય તેમ આ બેવડી હત્યા થઈ હોવાના તારણ સાથે ઓખામાં ચકચાર જાગી છે,