ધ્રોલ:દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના પોલીસે કર્યા તમામ ખુલાસા 

હત્યા નીપજાવવા માટે રેકી પણ કરવામાં આવી

ધ્રોલ:દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના પોલીસે કર્યા તમામ ખુલાસા 

Mysamachar.in-રાજકોટ:

જામનગર સહીત રાજ્યભરમાં ભારે ચક્ચાર જગાવનાર ગઈકાલે ધ્રોલ નજીક દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવકની ગોળીઓ ધરબી ને થયેલ હત્યાના મામલે આજે રાજકોટ રેંજ આઈ.જી.સંદીપસિંહે પત્રકાર પરિષદ સંબોધીને માહિતી આપતા જણાવ્યું હતું કે એક દોઢ વર્ષ પૂર્વે ટોલનાકાના કોન્ટ્રાકટ બાબતે થયેલ જૂની બોલાચાલીમાં દિવ્યરાજસિંહની હત્યા નિપજાવામાં આવી છે, અને તેમાં બે જેટલા શાર્પશુટરની ભુમિકા પણ સામે આવી છે, જયારે હથિયાર સપ્લાય કરનાર હરિયાણાના શખ્સને ઝડપી પાડવા જામનગર એસઓજી રવાના થઇ ચુકી છે, અને ઘટનામાં જુદા-જુદા હથીયાર વડે પાંચ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યાનું પ્રાથમિક તપાસ અને આરોપીઓની પૂછપરછમાં સામે આવે છે,

ફાયરીંગની ઘટનાના એક કલાકમાં જ પોલીસે નાકાબંધી કરી અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા, ફાયરીંગ કરવામાં કુલ ચાર શખ્સો સામેલ હતા, અને બે શખ્સોને રસ્તામાં ફાયરીંગ કરીને ઉતારી દીધા હતા, દિવ્યરાજસિંહની હત્યા નીપજાવવા પાછળનું કારણ આજથી એક દોઢ વર્ષ પૂર્વે અનિરુદ્ધસિંહ સોઢા સાથે પડધરી ટોલનાકાના કોન્ટ્રાકટ બાબતે બોલાચાલી અને મારામારી થયેલ હતી તેનો બદલો લેવો હતો, અને ઓમદેવસિંહની પણ જૂની દુશ્મની દિવ્યરાજસિંહ સાથે હતી,  અને બન્ને એ ભેગા મળીને કાવતરું ઘડેલું અને જે બાદ તેના પર રેકી રાખવામાં આવી રહી હતી, અને રેકી માટે હાડાતોડા ના નરેન્દ્રસિંહને રોકવામાં આવ્યા હતા, અને ઓમદેવસિંહે પોતાના કોન્ટેક્ટ મારફતે સોનું અને બબલુ નામના શાર્પશુટરો નો સંપર્ક કર્યો હતો, અને તેની મદદથી દિવ્યરાજસિંહનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું.

હથિયાર સપ્લાય કરનાર અજીત ઠાકુર હરિયાણાને લેવા માટે જામનગર એસઓજી રવાના થઇ ગઈ છે.તો મુસ્તાક રફીક પઠાણ અને શાર્પશુટર બબલુ અને સોનું એ દિવ્યરાજસિંહ પર ફાયરીંગ કર્યું હતું, મુસ્તાક પર પર સાત ગુન્હા નોંધાયેલા છે.ટૂંકામાં પ્લોટ અને ટોલનાકા ના કોન્ટ્રાકટ બાબતે દિવ્યરાજસિંહની હત્યા નિપજાવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે.અને હજુ પણ પોલીસ શાર્પશુટર સાહિતનાઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત છે, જે ઝડપાયા બાદ અને આરોપીઓની રિમાન્ડ માં વધુ તથ્યો પણ સામે આવી શકે છે.