પ્લેનમાં વપરાતા ઈંધણ ચોરીના રેકેટનો  કેવી રીતે કર્યો R.R.સેલની ટીમે પર્દાફાશ।.!! 

રેકેટ કેટલા સમયથી ચાલતું હતું તે અંગે થશે તપાસ

પ્લેનમાં વપરાતા ઈંધણ ચોરીના રેકેટનો  કેવી રીતે કર્યો R.R.સેલની ટીમે પર્દાફાશ।.!! 

રિલાયન્સ કંપનીમાંથી પ્લેનમાં ભરવામાં આવતું કિંમતી ઈંધણ (એટીએફ)ની સપ્લાય દરમ્યાન ટેન્કરને રસ્તામાંજ રોકી ટેન્કરના વાલ્વની ડુપ્લીકેટ ચાવી બનાવીને વચ્ચેથી એટીએફની ચોરી કરવામાં આવતી હોવાના ષડ્યંત્રનો રાજકોટ આર.આર. સેલની ટીમે પર્દાફાશ કરીને  કિંમતી ઈંધણ (એટીએફ) સહિત ૫૫ લાખ ઉપરાંતના મુદામાલ સાથે ૫  શખ્સોની ધરપકડ કરી છે,આ કૌભાંડ રાજકોટ-ચોટીલા હાઇવે પર નાગરાજ હોટલની પાછળ ચાલતું હોવાની બાતમીના આધારે  આર.આર. સેલના P.S.I. એમ.પી. વાળાની સૂચનાથી સ્ટાફના રસિકભાઈ પટેલ, રામભાઈ મઢ, સુરેશભાઈ હુંબલ, શક્તિસિંહ ઝાલા, સંતોષભાઈ પાલ વગેરે દરોડા પડતા એટીએફ ભરેલ રિલાયન્સ કંપનીના ટેન્કરમાંથી ચોરી કરતા ટકારા તાલુકાના ગણેશપર ગામના જેરામ નાનજી પટેલ, હર્ષદ ભગવાનજી પટેલ,  ટકારા તાલુકાના હરીપર ગામના અતુલ લાલજી પટેલ, અને નાગરાજ હોટલ પાસે રહેતા બિહારના શ્રવણ શ્યામભાઇ મંડલને રંગેહાથ ઝડપી લીધા હતા અને આ પ્લેનમાં ભરવાના ઈંધણ ચોરી કરવામાં જેનો મુખ્ય રોલ છે તેવા નાગરાજ હોટલના માલિક કનુ ભોજાભાઈ ધાંધલ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો,
હાલમાં આર. આર. સેલની ટીમે રિલાયન્સ કંપનીના 2 ટેન્કર, 1 ટ્રેકટર, એટીએફ ભરેલ બેરલો વગેરે મળીને ૫૫.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને આ કૌભાંડ કેટલા સમયથી ચલાવવામાં આવતું હતું તેની વિગતોના મૂળ સુધી પહોચવા માટે  ભાગેડુ  નાગરાજ હોટલના માલિક કનુ ભોજાભાઈ ધાંધલના મુખ્ય સાગરીત શ્રવણ શ્યામભાઇ મંડલની પુછપરછ હાથ  ધરી છે ત્યારે કનુ  ધાંધલ ફરાર હોય તે ઝડપી લીધા બાદ એટીએફની ચોરી પ્રકરણમાં મોટો ખુલાસો થવાની શક્યતા દેખાઈ રહી છે.