રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને થયેલ કાર્યવાહી અંગેની વિગતો રાજ્યપોલીસવડાએ કરી જાહેર

14000થી વધુ હથિયારો જમા લેવામાં આવ્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને થયેલ કાર્યવાહી અંગેની વિગતો રાજ્યપોલીસવડાએ કરી જાહેર
file image

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે હવે ગણતરીની કલાકો જ બાકી છે, આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા રાજ્યમાં શું પગલાઓ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈને લેવામાં આવ્યા અને કેવી છે તૈયારીઓ તે અંગેની એક વિશેષ માહિતી તેવોએ મીડિયા સમક્ષ વર્ણવી હતી, રાજ્યમાં એક મહિનામાં 1401 ભાગેડુ આરોપીઓ પકડી પાડ્યા છે. 14486 હથિયાર જમા કરાયા છે. 97 આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. રાજ્યમાં 8 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરાયો છે. 3411 મથકો પર પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. 6 મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જૂનાગઢ મહાનગરપાલિકાની 2 બેઠકોની પેટા ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજવાની છે. 23 તારીખે મતગણતરી છે. આ ઉપરાંત 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી 28 ફેબ્રુઆરીએ થશે. જેનું પરિણામ 2 માર્ચે આવશે. લોકશાહીનું આ પર્વ વિના કોઇ વિધ્ને પસાર થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.

લોકશાહીના મહાપર્વમાં કોઇ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઇ અસામાજીક તત્વો કોઇ હંગામો ન કરે તે માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાવચેતી માટે કેટલાક શંકાસ્પદ ઇસમોની અટકાયત પણ કરી લેવાઇ છે. ગુનાહિત કૃત્ય ન થાય તે માટેની સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. મહાનગરપાલિકામાં 47 હજાર લોકોની અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 1.5 લાખ અટકાયતી પગલા લેવાયા છે. આ ઉપરાંત જે અસામાજીક  તત્વો વિરુદ્ધ પગલા લેવાની જરૂર હોય તેવા 7 હજાર ઇસમો વિરુદ્ધ પાસા, પ્રોહિબિશન 93 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 56/57 હેઠળ અટકાયતી પગલા લેવાયા છે. આ પ્રકારે કુલ 25,800 લોકો વિરુદ્ધ અટકાયતી પગલા લેવાયા છે.આમ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ પગલાઓ લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.