કોર્પોરેશનને અપાયેલા 2.74 કરોડના ચેક રીટર્ન થયા છતા...

ચીફ એકાઉન્ટન્ટની ઘોર બેદરકારી અંગે ખાનગીમા ઉચ્ચકક્ષાએ થઇ સ્ફોટક રજુઆતની ચર્ચા

કોર્પોરેશનને અપાયેલા 2.74 કરોડના ચેક રીટર્ન થયા છતા...
file image

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ કાયદા વિરૂદ્ધ ખાનગી બેંકમા નાણા રાખે છે ગ્રાંટના પત્રકો ઓડીટને આપતા નથી સ્ટેન્ડીંગ કમીટી ખુલાસો માંગે તો આપતા નથી, તો વળી ચેક રીટર્ન મામલે કોઇ ગંભીરતા લેતા ન હોય સમગ્ર રીતે નાણાકીય ગરબડની આશંકાના પગલે ઉચ્ચકક્ષાએ ખાનગીમા રજુઆત થયાની તેમજ તેને છાવરવામા આવે છે. તેવી સનસનીખેજ રજુઆત થયાની ચર્ચા સંભળાય છે. કોર્પોરેશનને મિલકત વેરા સહિતના બાબતે ચેકથી થતા પેમેન્ટમાંથી માત્ર એક જ વર્ષ 18-19 માં જ જુદા-જુદા મળી કુલ પોણા ત્રણ કરોડના ચેક રીટર્ન થયા છે, છતાય ચીફ એકાઉન્ટન્ટે આ અંગે બાકી માંગણુ ફરીથી ઉધાર્યુ નથી તેમજ ચેક રીટર્ન કેસમા લગતો સામે ધોરણસર કાર્યવાહી કરી નથી એ આશ્ચર્ય સાથે અતિ ગંભીર મામલો છે,

-રિવાઇઝડ બજેટની મનાઇ છતા...

ઓડીટે નોંધ્યુ છે કે રીવાઇઝડ બજેટ રજુ ન કરવુ છતાય કોને ખબર શુ એડજેસ્ટ કરવા ચીફ એકાઉન્ટન્ટ દરવર્ષે રિવાઇઝડ બજેટ બનાવે છે, તે બાબત ખુબ ગંભીર અને ગેરકાયદેસર છે વળી પછાત અ.જા. અ.જ.જા. વિસ્તારમા આવકની દસ ટકા રકમ ખર્ચાઇ છે કે નહી તે પણ જોતા નથી તે દરેક બાબતે પેરા તો ઓડીટે કાઢ્યા પરંતુ પુર્તતા કરાતી નથી.